સમર્પણ મલ્ટી સ્પેસ્યાલિટી હોસ્પિટલ સચિન દ્વારા અનોખી પહેલ ..
Updated: Nov 29, 2021
સ્વામી વિવેકાનંદ્જી કહી ગયા તેમ ગરીબને, અભણને, અજ્ઞાનીને, દુ:ખીને ઇશ્વરમાનો. આવા લોકોની સેવા એ જ પરમ ધર્મ છે. એ ઉદ્દેશ ને સાર્થક કરશે સમર્પણ હોસ્પીટલ : ટ્રસ્ટી ડો. રસિક વિરાણી
સચિન પ્રજાપંખ દ્વારા : આજે સવારે સચિનની સમર્પણ મલ્ટી સ્પેસ્યાલિટી હોસ્પિટલ ખાતે મેનેજેમેંટ દ્વારા સચીનની આજુ બાજુના અનેક સેવાભાવી અગ્રણી અને સરપંચો તથા સામાજીક સેવકોને નિમંત્રણ આપી દિવાળી શુભેચ્છા પાઠવી હતી અને આ પ્રસંગે મેનેજમેંટ દવારા સમર્પણ મલ્ટી સ્પેસ્યાલિટી હોસ્પિટલે દિવાળી પર્વ નિમિતે આમ જનતાને અનોખી ભેટ આપવાનુ વિચાર્યું છે. સ્વામી વિવેકાનંદ્જી કહી ગયા તેમ ગરીબને, અભણને, અજ્ઞાનીને, દુ:ખીને ઇશ્વરમાનો. આવા લોકોની સેવા એ જ પરમ ધર્મ છે. એ ઉદેશથી સમર્પણનાં ટ્રસ્ટી ડો. રસિક વિરાણી એ જણાવ્યું કે, દરેક હોસ્પીટલની દ્રષ્ટી અલગ અલગ હોય છે. અમારી દ્રષ્ટીમાં દરેકનું સ્વાસ્થ્ય હમેશા સારું રહે એ છે, એટલે જ, આજુ બાજુ ના ગામોમાં આપ જેવા સેવાભાવી વ્યક્તીઓને ફ્રેંડ્સ ઓફ સમર્પણ હોસ્પીટલ તરીકે એક મિત્ર તરીકે સેવા આપવા વિનંતી કરીએ છીએ. એમણે વધુમાં જણાવ્યું કે, અમારી હોસ્પીટલમાં અનેકો ઇજાઓની સારવાર થાય છે. અહી તાત્કાલિક વિભાગ સાથે અન્ય પ્રકારના રોગનાં વિભાગ પણ છે. 24 કલાક સર્વિસ આપીએ છીએ. સમર્પણમાં નિષ્ણાંત ડોકટરોની ટીમ છે, અહી સર્જરી, જનરલ, પ્રાથમિક સારવાર, દંત, બાળ-જન્મ, લેબ, એમ્બુલંસ તથા વહીવટી માળખુ કાર્યરત છે. એટલે આપ આરોગ્ય લક્ષી સંસ્થા પણ કહી શકો છો. ગામડાઓમાં વસતા ગરીબ લોકોને અને અસામન્ય ઇલાજ માટે અમારી હોસ્પીટલ હમેશાં તૈયાર હોય છે. આજે સમાજમાં વરવું ચિત્ર પેદા થઈ રહ્યંા છે. કોરોના બાદ વધતા નબળા સ્વાસ્થ્ય અને મોંઘીઘાટ થતી દવા નાં લીધે અનેક લોકો ગરીબી રેખા નીચે જીવતાં હોય ત્યારે તે ગ્રામીણ પરીવારો પોતાના સ્વાસ્થ્યની સારવાર કરાવવા મજબુર હોય છે. ઘરમાં પડી રહે છે, એવા મજબુર વ્યક્તીઓનો આપણે સહુ મળીને ઇલાજ કરીએ તો સમાજમા એક સારું કાર્ય થશે, આપના સહકારથી કોઇ પણ દર્દી અહી આવશે તો તેનો પુર્ણ ખયાલ રાખી જરુરીયાત મંદ જે તે ગામોના લોકોને ગુણવત્તાસભર તબીબી સેવાઓ રાહતદરે મળી રહેશે જણાવ્યું. આ તબક્કે સિનિયર સિટિઝન વેલ્ફેરનાં પ્રમુખ બહાદુરસિંહ સોલંકીએ આવકાર પ્રવચન કર્યું અને બાબુભાઇ મેલેરિયા અને અબુભાઇ હક એ સહકાર આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે અનેક સમાજના પ્રમુખો, અગ્રણીઓ અને સરપંચો તથા સમાજસેવકો ઉપસ્થિત રહ્યા હતાં.



Comments