સૂરત ગ્રીનસિટી ક્લબ હાઉસમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો ઉત્સાહી મહોત્સવ
- Praja Pankh
- 2 days ago
- 1 min read
બાળકો થી લઈને સિનિયર સિટિઝન સુધી સૌનો જબરદસ્ત પ્રતિસાદ, બે દિવસીય સ્પર્ધામાં ખેલદિલીનો ઉમદા નજારો
પ્રજા પંખ ગ્રીનસિટી, સુરત | તારીખ : 06 એપ્રિલ 2026
સુરત સ્થિત ગ્રીનસિટી ક્લબ હાઉસ ખાતે તા. 04 એપ્રિલ 2026 અને 05 એપ્રિલ 2026 ના રોજ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બાળકો, યુવાનો તેમજ સિનિયર સિટિઝનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રમતિયાળ ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું.
બે દિવસીય આ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં મેચો યોજાઈ, જેના પરિણામ નીચે મુજબ રહ્યા :-
સ્પર્ધાના પરિણામ :
બોય્ઝ ડબલ્સ (Boys Doubles)
વિજેતા : શૌર્ય અને વિહાન
રનર અપ : કનીશ અને ધ્યાન
મેન્સ ઓપન ડબલ્સ (Men’s Open Doubles)
વિજેતા : પ્રણવ બારોટ અને રમેશ પુરી
રનર અપ : બાલાસુબ્રમણિયમ અને રાજેશ અગ્રવાલ
મેન્સ સિનિયર સિટિઝન સિંગલ્સ (Men’s Senior Citizen Singles)
વિજેતા : નીરજ મેંદીરત્તા
રનર અપ : ગુરમીત સિંહ
મેન્સ ઓપન સિંગલ્સ (Men’s Open Singles)
વિજેતા : બાલાસુબ્રમણિયમ
રનર અપ : નિખિલ
બોય્ઝ સિંગલ્સ (અંડર 14) (Boys Singles Under 14)
વિજેતા : શૌર્ય
રનર અપ : સમર્થ
સ્પર્ધાના અંતે તમામ વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજન સમિતિએ તમામ સ્પર્ધકોના ઉત્સાહ, શિસ્ત અને રમતિયાળ ભાવનાની પ્રશંસા કરી હતી. આ સફળ આયોજન માટે ગ્રીનસિટી નિવાસીઓ તથા આયોજકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું।







Comments