શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ ગાંધીનગરની સામાન્ય સભા ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ આ સભામાં અલગ અલગ જીલ્લાના સભ્યો હાજર રહ્યા હતા.
- Praja Pankh
- 6 hours ago
- 2 min read


પ્રજા પંખ ગાંધીનગર: શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ, ગાંધીનગરની સામાન્ય સભા ગાંધીનગરમાં વિશ્વકર્મા સમાજ સેવા ટ્રસ્ટના હોલ ખાતે યોજવામાં આવેલ. આ સભામાં અલગ અલગ જીલ્લાના સભ્યો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિશ્વકર્મા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ગજ્જર તથા મંત્રી બીપીનભાઈ ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે અમૃતલાલ ડી.સુથારની વરણી કરવામાં આવી હતી.ત્યારબાદ વર્ષ દરમિયાન અવસાન પામેલા મંડળના સભ્યોને બે મિનિટનું મૌન પાળીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ત્યારબાદ એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધ મંડળના મહામંત્રી જી.કે.પરમારે વાંચી સંભળાવી હતી.વર્ષ 2025-26 ના હિસાબો મંડળના ખજાનચી ભુપેન્દ્રભાઈ ગજ્જરે સામાન્ય સભામાં રજૂ કર્યા હતા.સામાન્ય સભામાં ઉપસ્થિત સભ્યો દ્વારા બંને ઠરાવો સર્વાનુમતે બહાલ રાખીને મંજૂર કરવામાં આવ્યા હતા.સામાન્ય સભાના અધ્યક્ષ અમૃતલાલ સુથારે મંડળ ના હાલના પ્રમુખ આઈ.કે.પટેલ, મહામંત્રી જી.કે.પરમાર તથા ખજાનચી ભુપેન્દ્રભાઈ ગજ્જરને આગામી ત્રણ વર્ષ સુધી ચાલુ રાખવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે સામાન્ય સભા દ્વારા બહુમતીથી બહાલ રાખવામાં આવેલ હતો.આ પ્રસંગે મંડળના પ્રમુખ આઈ.કે.પટેલ, વિશ્વકર્મા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ગજ્જર, મંત્રી બીપીનભાઈ ગજ્જર અને સામાન્ય સભાના અધ્યક્ષ અમૃતલાલ સુથારે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું.આ સભાના અધ્યક્ષ અમૃતલાલ સુથારે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે મંડળના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા તમામ પ્રસંગોએ અમારા જેવા ઉંમરલાયક સિનિયર સભ્યો સાથે ખૂબજ આત્મીય અને લાગણીશીલ વ્યવહાર કરવામાં આવે છે, માન-પાન પણ આપવામાં આવે છે. જેનાથી અમને ખૂબ આનંદ આવે છે અને ગૌરવની લાગણી થાય છે. આ મંડળ કેટલાક મિત્રોના પેન્શન અને અન્ય પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ બનેલ છે.સાથે સાથે તેમણે મંડળના સભ્યોને અપીલ કરતાં જણાવ્યું કે સભ્યો દ્વારા તેમના જન્મ દિવસ, લગ્ન તીથી કે અન્ય સારા પ્રસંગે મંડળને આર્થિક સહયોગ આપે તે ઈચ્છનીય છે.વિશ્વકર્મા સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ગજ્જરે જણાવ્યું કે,આજ પહેલાં મેં નિવૃત્ત થયેલા પેન્શનરોની આવી એકતા અને સંગઠન જોયું નથી.છેક જામનગર અને ભરૂચ જિલ્લામાંથી પણ સભ્યો ઉપસ્થિત રહ્યા છે તે જોઈને આનંદ થયો.આ તે સભ્યોની મંડળ પ્રત્યેની લાગણી દર્શાવે છે.આ મંડળ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.અને મંડળને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી.મંડળના પ્રમુખ આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે, મંડળના હિસાબો વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે.મંડળના ભંડોળ પૈકી માત્ર આર્થિક સહયોગ પેટે મળેલ ફાળામાંથી ખર્ચ કરવામાં આવે છે.સભ્ય ફીના એકત્ર ભંડોળમાંથી કોઈ ખર્ચ કરવામાં આવતો નથી.આ અવસરે મંડળના સભ્ય શ્રવણકુમાર પરમાર તથા મલયભાઈ વૈષ્ણવે ફીલ્મી ગીતો રજૂ કરીને સભ્યોનું મનોરંજન કર્યું હતું.જામનગરથી ઉપસ્થિત રહેલ મંડળના સભ્ય વિઠ્ઠલભાઈ ધોળકિયા તથા દક્ષિણ ગુજરાત ઝોનના ઉપ પ્રમુખ શ્રીમતી મીનાબેન મિસ્ત્રીનું પુષ્પ ગુચ્છ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બંકીમચંદ્ર બ્રહ્મભટ્ટે કર્યું હતું અને આભાર વિધિ મંડળના ખજાનચી ભુપેન્દ્રભાઈ ગજ્જરે કરી હતી.


Comments