સચિનમાં યુવકે હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો, .... ૨૯ વર્ષીય યુવાન સંતોષ નું મોત

સચિન પ્રજા પંખ : ૨૯ વર્ષીય
યુવા સંતોષનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારમાં ગમગીની
છવાઈ ગઈ. સંતોષ કનકપુર ખાતે આધાર કાર્ડ ઓપરેટર હતો અને ખાસ તો સહુનો પ્રિય બની ગયેલ
યુવા સંતોષને ઓફીસમાજ ચક્કર
આવતાં એક દિવસ ઓફિસ
બંધ રાખી હતી ત્યારે ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જતા હાજર ડૉક્ટરએ મૃત્ય ઘોષિત કરી દેતા એક યુવાનના આઘાતથી ઘર સંસાર માં ગમગીન માહોલ સર્જાયો છે. આમ પણ તાજેતરમાં
યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા
વધુ બની રહ્યા છે. ગુજરાતમાં
રોજિંદા કામ કરતાં કે ક્રિકેટ જેવી
રમત રમતાં હાર્ટ એટેકથી મૃત્યુ
પામતા હોય એવી ઘટનાના સમાચારો છે. ત્યારે સચિન
કનકપુરના યુવા ની મોત હાર્ટ એટેકથી થયાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા થોડા
દિવસ અગાઉ સચિન કનકપુર
હાઉસિંગમાં રહેતી મહિલાને ટીવી
જોતા જોતા અચાનક શ્વાસ લેવામાં
તકલીફ પડી હતી અને ખાનગી હોસ્પિટલ લઇ ગયા અને તબીબોએ
મૃત્ય જાહેર કરી હતી અને આજે
ફરીથી આવા સમાચાર આવ્યા....



Comments