સચિનમાં પ્રવાસી ટ્રસ્ટ દ્વારા અનોખો 72 મો પ્રજાસત્તાક દિન ઉજવાયો
- Praja Pankh
- Jan 28, 2021
- 2 min read
પ્રજાપંખ સચિન : 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી સચિન કનકપુરમાં અનોખી રીતે ઉજવાઇ, પ્રવાસી ઉડિયા સમાજ ટ્રસ્ટ દ્વારા મહિલા મંડળ અને પ્રમુખ પ્રદીપ શાહુ સાથે ભવ્ય રીતે કોવિડ-19ના નિયમો જાળવીને મહિલા જાગૃતિ અર્થે સચિન અને અમરોલી ખાતે ધ્વજ વંદન અને પ્રભાત ફેરી ફરી હતી. આ સાથે વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમોની ઉજવણી પણ કરી હતી. સાથે મહિલા ઉત્કર્ષ કાર્ય માટે એવોર્ડ એનાયત કરાયા હતા. આજની રેલીનો મુખ્ય ઉદ્દેશ સ્ત્રી જાગૃતિકરણ એટલે મહિલા સમાજને કેવી રીતે આગળ લાવી શકાય, તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, આજે અનેક બહેનોને પ્રવાસી ઉડીયા સમાજ ટ્રસ્ટ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો પરિચય આપી આ લાભ કેવી રીતે લેવાય તેની માહિતી આપી હતી. આ સાથે શિશુ મંદિર સ્કૂલ દ્વારા આયોજીત કાર્યક્રમમાં પ્રવાસી ઉડિયા સમાજ ટ્રસ્ટનાં પ્રમુખ પ્રદીપકુમાર શાહુ ધ્વજારોહક હતા અને સિનિયર સિટીઝનના પ્રમુખ બહાદુરસિંહ સોલંકી અતિથિ મહેમાન તરીકે હતા સિનિયર સીટીઝન પ્રમુખ સોલંકી એ કહ્યું કે, આપણે નસીબવાન છીએ કે કોવિડ-19 થી ડર્યા નથી. અને આજના કાર્યક્રમમાં હાજર રહ્યાં દેશ અને સારા જીવન માટે શરિર સંભાળવું જરૂરી છે. માટે કોવિડ ગાઈડ લાઇનથી ચાલો. જ્યારે પ્રમુખ પ્રદીપ શાહુએ દેશ માટે સિનિયર સિટીઝને બહુ બલિદાન આપ્યું છે કહ્યું. જેમાં આઝાદીના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું ખાસ ઐતિહાસિક મહત્વ સમજાવ્યું છે, ડો. બાબા સાહેબ દ્વારા 2 વર્ષ અને 11 દિવસ સુધી મહેનત કરીને દેશનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. પછી શનીવાર ૧૯૫૦ માં ભારતનું સંવિધાન લાગુ પાડવામાં આવ્યું 26 .જાન્યુઆરીના દિવસે અંગ્રેજોએ દેશની આઝાદી માટે કોઇ જ પગલા ન ભરતા દેશમાં પૂર્ણ સ્વરાજનો નારો ગુંજી ઉઠયો હતો. પૂર્ણ સ્વરાજની માંગ સાથે દેશમાં રાષ્ટ્ભકિતની લહેર ઉભી થઇ હતી અને 1950 થી આજ દિન સુધી એટકે આજે 72 મો પ્રજાસત્તાક દિન ધામધુમથી માનવીએ છીએ કેમ કે, આપણાં પૂર્વજોએ દેશ ખાતર શહિદ થઈ બલિદાન આપ્યું છે ત્યારે આપણે આઝાદ થયા છીએ. આમ સચિનમાં પ્રવાસી ટ્રસ્ટ દ્વારા અનોખો 72 મો પ્રજાસત્તાક દિન ઉજવાયો હતો.







Comments