સચિન રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ તથા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિત ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ માટે....
- Praja Pankh
- Aug 26
- 2 min read

જળ મંત્રી શ્રી સી.આર. પાટીલના નેતૃત્વમાં કેન્દ્રીય રેલમંત્રી સમક્ષ મજબૂત રજૂઆત

પ્રજા પંખ સચિન :સચિન રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ જેવી વર્ષોથી ચાલી રહેલી મહત્વની માંગણીઓ અંગે અંતે સકારાત્મક હલની આશા જાગી છે. કેન્દ્રીય જલશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના નેતૃત્વમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરત રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કિશન પટેલ, નેતા શ્રી જીગર નાયક તથા શ્રી રાજેશ પટેલની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળ્યું હતું. આ બેઠક દરમિયાન સચિન રેલવે સ્ટેશનના વિકાસ અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિત અનેક ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજની તાકીદની માંગણી સાથે અન્ય સુવિધાઓના મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતાં. કેમ કે, સચિન – ગુજરાતનું ઉદ્યોગિક હૃદય છે. છ લાખથી વધુ વસ્તી ધરાવતું સચિન ગુજરાતનું મોટું ઔદ્યોગિક કેન્દ્ર છે. ૫ કિ.મી. દૂર આંતરરાષ્ટ્રીય ડાયમન્ડ હબ – ખજોદ કાર્યરત છે, જ્યાં ૯૦,૦૦૦થી વધુ લોકો રોજગાર મેળવશે. જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ (વેસ્ટ) – ૨૨૫૦ ફેક્ટરીઓ, હોજીવાળા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ (ઈસ્ટ) – ૨૨૫૦ પ્લોટ્સ, ડાયમન્ડ પાર્ક અને સુરસેજ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના ઉદ્યોગો છેલ્લા ૪૦ વર્ષથી સક્રિય છે. સાથે આધુનિક ૩૫૦૦ કેદીઓ ધરાવતી લાજપોર સેન્ટ્રલ જેલ પણ અહીં આવેલ છે. હજારો મુસાફરો, મજૂરો અને કારીગરો દરરોજ અહીંથી અપડાઉન કરે છે. જે માટે ટ્રેનોના સ્ટોપેજ માટે ખાસ રજૂઆત કરાઈ જેમાં પ્રતિનિધિમંડળે રેલવે મંત્રી સમક્ષ નીચે દર્શાવેલ ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજની માંગ કરી: જેમાં 19215/16 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 2935/ 36 બાન્દ્રા ઇન્ટરસિટી, 19013/14 ખાનદેશ એક્સપ્રેસ 20907/ 08 સયાજીનગરી એક્સપ્રેસ, 09417/18 ઉમરગામ–ભુસાવલ,19051/52 વલસાડ–મુઝફ્ફરનગર,12961/62 મુંબઈ–ઇન્દોર, 19337/38 બાંદ્રા–અવધ,19019/20 દહેરાદૂન એક્સપ્રેસ,19003/04 દાદર–ભુસાવલ એક્સપ્રેસ આ સાથે સ્ટેશનના વિકાસ માટે રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.
1. VIP વેઈટિંગ રૂમ – હાલમાં ઉપલબ્ધ નથી, તાત્કાલિક બનાવવામાં આવે.
2. ટિકિટ વિન્ડોઝ –હાલ એક જ વિન્ડો છે. નવી PRS (આરક્ષણ) વિન્ડો તથા અલગ UTS (કરંટ ટિકિટ) વિન્ડો શરૂ કરવામાં આવે.
3. પ્લેટફોર્મ ના વિકાસમાં પ્લેટફોર્મ નં. ૧ ને લંબાવવું અને ઊંચું કરવું જરૂરી.પાછળના ટ્રેકનું વિસ્તરણ ફરી શરૂ કરવું.
4. ઈન્ફ્રાસ્ટ્રક્ચર –નવી રેલવે માસ્ટર ઓફિસ, RPF પોલીસ ચોકી, CCTV કેમેરા, અંડરગ્રાઉન્ડ ટનલ, પીવાના પાણીની સુવિધા, નવા શૌચાલય તથા વરિષ્ઠ નાગરિકો માટે ફુટ પુલ પાસે એસ્કેલેટર ઉપલબ્ધ કરાવવું. સ્ટેશન પર ATM તથા મોબાઇલ ટિકિટ વિન્ડો શરૂ કરવી. 5. સાતવલ્લા પુલ–ઓવરબ્રિજનું કામ જે લાંબા સમયથી અટકેલું કામ છે રેલવે મંત્રાલય તરફથી તાત્કાલિક મંજૂરી આપીને પૂરું કરાવવું. ઉપરોક્ત પ્રશ્નોમાં રેલમંત્રીનો હકારાત્મક અભિગમ દેખાયો અને કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે સમગ્ર રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી ધારાસભ્યશ્રી સંદીપ દેસાઈને તાત્કાલિક પગલાં લેવા માટે વિશ્વાસ આપ્યો.તેમના હકારાત્મક અભિગમને કારણે સચિન સહિત આસપાસના ૨૦–૨૫ ગામોના હજારો મુસાફરોમાં ખુશી અને આશાની લાગણી પ્રસરી છે. સંદીપ દેસાઈ સાથે સમગ્ર પ્રતિનિધિ મંડળનો સંકલ્પ રહ્યો છે કે "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સુરત–નવસારી ટ્વીન સિટીના સ્વપ્નને સાકાર બનાવવા માટે સચિન રેલવે સ્ટેશનનો વિકાસ અનિવાર્ય છે. આ દિશામાં થયેલ આ રજૂઆત ઐતિહાસિક પગલું સાબિત થશે."


Comments