થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સચિન GIDC માં મહા રક્તદાન શિબિર. શહેર પોલીસ, ઉદ્યોગકારો, શાસકો તથા રાજકીય આગેવાનોની આગેવાનીમાં 1157 યુનિટ રક્તદાન....
- Praja Pankh
- Aug 28
- 2 min read

પ્રજા પંખ સુરત, તા.28 થેલેસેમિયા પીડિત બાળકોને વારંવાર રક્તની જરૂર પડતી હોવાથી તેમને સમયસર રક્ત ઉપલબ્ધ થાય તે હેતુસર શહેર પોલીસ તથા રાજ્યભરના પોલીસ વિભાગ દ્વારા નિયમિત રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે. સુરત શહેર પોલીસ દ્વારા દર મહિને યોજાતા આવા સેવાયજ્ઞની કડીરૂપે આજે ગુરુવારે સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટીની સાથે મળી સચિન GIDCના રોડ નં.3 પર મહા રક્તદાન શિબિર યોજાઈ, જેમાં કુલ 1157 યુનિટ રક્તદાન એકત્રિત થઈ અને શહેરની 6 બ્લડ બેંકોને સુપ્રત કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું અધ્યક્ષપદ ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ સંભાળ્યું હતું. સાથે સાથે સયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર, એસીપી નીરવસિંહ ગોહિલ, સચિન પી.આઈ. પ્રદ્યુમનસિંહ વાઘેલા, સચિન GIDC પી.આઈ. કુલદિપસિંહ ગોહિલ અને સેકન્ડ પી.આઈ. ભાવિષા પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન મીલ એસોસિયેશનના પ્રમુખ વિનોદ અગ્રવાલ તથા એસઈઝેડના નાયસા ઈન્ડસ્ટ્રીના માલિક નરેશભાઈ શાહ સહિત અનેક ઉદ્યોગકારોએ હાજરી આપી હતી. પાંડેસરા GIDCના અગ્રણી ઉદ્યોગકારો કમલવિજય તુલશ્યાન અને જીતુભાઈ વખારીયાની ઉપસ્થિતિથી પણ કેમ્પને ગૌરવ મળ્યું હતું.સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટીના પ્રમુખ નિલેશ ગામી, સેક્રેટરી મયૂર ગોળવાલા, નોટિફાઈડ ચેરમેન મિતુલ મહેતા, ડિરેક્ટર કિશોરભાઈ પટેલ તથા માજી પ્રમુખ નિલેશભાઈ લીંબાસીયાએ કેમ્પનું સંચાલન સંભાળ્યું. જ્યારે બાવચંદ અંટાળા, મનસુખભાઈ લાખાણી, અતુલભાઈ બાબરીયા, અમિત લાખાણી, ગૌરાંગ ચપટવાલા, પ્રવીણ ભાઈ રામાણી, અશ્વિન ત્રાપસિયા, મીકી ગણેશવાલા, જેન્તીભાઈ સુદાણી અને કેતન દેસાઈ સતત રક્તદાતાઓના સંપર્કમાં રહી તેમને પ્રોત્સાહિત કરતા રહ્યા હતા. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શુભ પ્રસંગે જણાવ્યું હતું કે, "થેલેસેમિયા પીડિત બાળકોને દર 15 દિવસે રક્તની જરૂર પડે છે. આવા બાળકોને જીવનદાન આપવા પોલીસ વિભાગ નિયમિત રક્તદાન શિબિરો કરે છે. રક્તદાતાઓનો ઉત્સાહ અને બ્લડ બેંકોની મહેનત પ્રશંસનીય છે. આ ઉપરાંત ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈના પ્રયત્નોથી જલ્દી જ સચિન GIDCમાં નવું પોલીસ સ્ટેશન પણ કાર્યરત થવાનું છે, જે સમગ્ર વિસ્તાર માટે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બનશે."આ કેમ્પને સફળ બનાવવા સુરત રક્તદાન કેન્દ્ર, લોક સમર્પણ બ્લડ બેંક, સિવિલ હોસ્પિટલ-સુરત, સ્મીમેર હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ અને સરદાર બ્લડ બેંકના નર્સિંગ સ્ટાફનું વિશેષ યોગદાન રહ્યું હતું. સાથે સાથે ઉદ્યોગ એકમોમાંથી એથર ઈન્ડસ્ટ્રી, કલરટેક્ષ ઈન્ડસ્ટ્રી પ્રા. લિમીટેડ, એક્યુટાસ કેમિકલ, ગ્લોબ એનવાયરો, સ્ટીમ હાઉસ ઈન્ડિયા લીમીટેડ, અનુપમ રસાયણ ઈન્ડિયા લીમીટેડ, લક્ષ્મીપતિ ગ્રુપના સિદ્ધિવિનાયક નોટ્સ એન્ડ પ્રિન્ટ, સચિન ટેક્સટાઈલ પ્રોસેસર્સ વેલ્ફેર એસોસિયેશન અને સચિન ઈન્ફ્રા એનવાય રોકેર લિમીટેડ દ્વારા સરાહનીય સહકાર મળ્યો હતો.આજના માનવતાના મહાયજ્ઞમાં સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલેલા આ મહાસેવા યજ્ઞમાં રક્તદાતાઓનો ઉત્સાહ કાબીલે તારીફ રહ્યો હતો. ઉદ્યોગકારોએ પોતાના યુનિટના કર્મચારીઓને પણ પ્રેરણા આપી રક્તદાન માટે મોકલ્યા હતા. પોલીસ વિભાગના કર્મચારીઓએ પણ ઉમંગભેર ભાગ લીધો હતો. આ મહાકેમ્પ માં એકત્રિત થયેલું દરેક યુનિટ રક્ત થેલેસેમિયા પીડિત બાળક માટે જીવનનો આશિર્વાદ સાબિત થશે.








Comments