સચિનની સરસ્વતી સ્કુલ ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન ૨.૦ રનિંગથી શરુ .
સચિન પ્રજપંખ : સચિન ખાતે સરસ્વતી હિંદી વિધાલય ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ "ની શરુઆત થઈ ગઈ, જેમા પ્રથમ આજે 25/08/21 ના રોજ ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન ૨.૦ ના ભાગરૂપે શાળાના વિધાર્થીઓ, એન.સી.સી. ના કેસેટ્સ , નેહરુ યુવા કેન્દ્ર સંગઠન,સુરત ના વોલિયેન્ટર્સ તેમજ દોડવીર, મિલ્ટ્રી જવાન અને સિનિયર સિટિઝનોએ ભાગ લઈ દરેક ભાઇ બહેનોએ દેશનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર કાર્યક્રમ ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ફિલ્ડ આઉટ રીચ બ્યુરો, પાલનપુર અને સિનિયર સિટીઝન વેલ્ફેર ટ્રસ્ટ તથા ડેવલપમેંટ કમિટિનાં સંયુક્ત ઉપક્રમે આયોજીત કરાયો છે, જેમા આજે સરસ્વતી હિંદી સ્કુલ થી પીએસાઇ એસ.આઇ. દેસાઇનાં માર્ગદર્શનમાં પોલિસ બંદોબસ્ત સાથે સરસ્વતી સ્કુલના ટ્રસ્ટી અશોક ત્રિવેદી અને સિનિયર સિટિઝન પ્રમુખ બહદુરસિંહ સોલંકીએ ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન ૨.૦ ને લીલી ઝંડી દર્શાવી રાજ માર્ગ પર અપ અને ડાઉન રોડ પર દોડ્વીરોએ અંદાજિત 2 કિલોમીટર જેટલી રન કરી હતી, આ સાથે શાળાના બાળકો દ્વારા દેશ આઝાદી ઇતિહાસ વિષય પર (ડ્રોઇંગ) ચિત્રકલા દ્વારા ભારત દેશની ઝલક દર્શાવી બાળકો દ્વારા સુંદર પેંટીંક કરવામાં આવી હતી જેમાં વિજેતાઓને સચિન ખાતે આયોજિત બે દિવસીય ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય વિશેષ જનજાગૃતી કાર્યક્રમ મા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. તારીખ 26મી ઓગસ્ટે યોજાનાર મુખ્ય કાર્યક્રમ મા ભારતના આઝાદીના 75 વર્ષ નો ઇતિહાસ અને એક પ્રદર્શન રહેશે, ઉપરાંત 75 વર્ષનો ઇતિહાસ તથા વેક્સિનેશન વિશેષ પ્રવક્તા તેમજ આપના વિસ્તારના સ્વાતંત્ર સેનાની અને વરિષ્ઠ મહાનુભાવોનું જાહેર સન્માન કરવામા આવશે તથા કાર્યક્રમમાં દેશભક્તિ થીમ સાથે દેશભક્તિ ગીત, સૂત્રલેખન, ચિત્ર, વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધા, સ્વાતંત્ર્ય સંગ્રામ સંબંધી પ્રશ્નોના જવાબ આપી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરાશે સાથે
શહીદોને શ્રદ્ધાંજલિ પણ અપાશે એવુ ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ફિલ્ડ આઉટ રીચ બ્યુરો, સુરત પાલનપુર ઓફિસર જે.ડી ચૌધરીએ જણાવ્યું હતું.



Comments