સચિન સેઝ માં આવેલ કરોળિયા ઇન્ડિયા પ્રા.લી.ની કમાલ...સરકારને કરોડોનો ચુનો...

પ્રજા પંખ : સચિન સેઝ ખાતે કસ્ટમ અને ડી આર આઇ દ્વારા બાતમીના આધારે તપાસ શરૂ, કુત્રિમ હીરાના આયાત - નિકાસનો રૂ.૧૦૧૬/- કરોડનો પર્દાફાશ થયો છે. ... સચિન સેઝ થી આયાત કરાતા પ્રાકૃતિક ૧૦ ટકા હીરા સાથે ૯૦ ટકા કુત્રિમ હીરા મોકલવાનું મસ મોટું કારસ્તાન ઝડપાયું... પ્રાકૃતિક હીરાની જેમ કુત્રિમ બનાવટી હીરા ને પણ કટ મારી અસલી ૧૦ ટકા સહિત ૯૦ ટકા બનાવટી હીરા મોકલવાના કારસ્તાન માં એક ફરાર છે જ્યારે રાકેશ રામપુરીયા, સાગર શાહ અને વિકાસ ચોપ્રા આ ત્રણ હીરા ઉદ્યોગકારોની ઘરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લેતાં વધુ વિગત બહાર આવશે. આ સાથે આંગડિયા ઓ ની ભૂમિકા પર પણ નજર છે, એમની પણ સંડોવણી બહાર આવી શકે ? પ્રાપ્ત થતી માહિતિ અનુસાર તપાસમા બહાર આવ્યું છે કે, હોંગ્કોંગ થી આવેલ હીરા સ્થાનિક માર્કેટમા 100 કરોડના હીરા વેચાણ કરવામા આવેલ છે. આમ સરકારને ચુનો લગાવવાનું મોટું કારસ્તાન ઝડપાયું છે. વધુ તપાસ હાથ ધરતાં હજી વધુ મોટા માથાઓના નામો તથા હજી મોટી રકમ બહાર આવશે. હાલમા બે બોક્ષ કબજે લીધા છે.



Comments