એસપીબી કૉલેજ દ્વારા આંતર-કૉલેજ મેહંદી સ્પર્ધાનું ભવ્ય આયોજન.
- Praja Pankh
- Jul 22
- 1 min read
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મિડિયમ કોલેજ ઓફ કોમર્સ, સુરત દ્વારા તા. 22 જુલાઈ, 2025ના રોજ સવારે 10:00 કલાકે કોલેજના પરિસરમાં આંતર કૉલેજ મેહંદી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શહેરની વિવિધ કોલેજોમાંથી કુલ 39 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી મેહંદી ડિઝાઇનોમાં ભારતીય પરંપરા અને આધુનિક સર્જનાત્મકતાનું સુંદર સંયોજન જોવા મળ્યું. સ્પર્ધાનું મૂલ્યાંકન પ્રા. પ્રિયંકા ગાંગડવાલા અને શ્રીમતી ઝંખના પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે કલાત્મક અભિવ્યક્તિ, અને ડિઝાઇન પર આધારિત મૂલ્યાંકન કર્યું હતું.
વિજેતાઓમાં પ્રથમ ક્રમ નાકરાણી રુશિતા (સૂટેક્ષ કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, અમરોલી), દ્રિતીય ક્રમ વાળા તિશા (એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ કોલેજ, વેસુ), તથા તૃતીય ક્રમ વાઘેલા કૌશિક (અખંડ આનંદ કોલેજ)એ મેળવ્યા હતા. તમામ વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. આશિષ પંડ્યા અને સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન ડો. સવિતા સોંધીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજની સાંસ્કૃતિક સમિતિના સભ્ય ડો. ધ્રુવ ગાંગડવાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
留言