સચિન માં કેબિનેટ મિનિસ્ટર પિયુષ ગોયલ તથા ટેકસટાઇલ મિનિસ્ટર શ્રીમતિ દર્શનાબેન જરદોશ....
Sep 17, 2021
1 min read
સચિન જી.આઈ.ડી.સી.ની કેન્દ્ર કેબિનેટ મિનિસ્ટર પિયુષ ગોયલ તથા ટેકસટાઇલ મિનિસ્ટર શ્રીમતિ દર્શનાબેન જરદોશે લીધી મુલાકાત
સચિન પ્રજાપંખ : આજરોજ સચિન જીઆઈડીસીમાં પ્લોટ નંબર 2303, 2305, 2307 જે હન્ડ્રેડ રેયોન નામથી રજીસ્ટર છે. જેમાં એરજેટ, રેપીયર જેકાર્ડ મશીન ઉપર જાતજાતના વિસ્કોસ ફેબ્રિકસ બનાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને વિસ્કોસ ઓરગાંજા નામની કોલેટી મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થઈ રહી છે. આ એક્સપોર્ટ યુનિટની આજે વિઝીટ કેન્દ્ર સરકાર ના કેબિનેટ મિનિસ્ટર પિયુષ ગોયલ તથા રેલ્વે અને ટેકસટાઇલ મિનિસ્ટર એવા શ્રીમતિ દર્શનાબેન જરદોશે ટેક્સટાઇલનો અભ્યાસ કરવા માટે વિશેષ શુભેચ્છા મુલાકાત લીધી હતી.જેમાં સચીન જીઆઇડીસી ના ઉદ્યોગકારોના પ્રતિનિધિ તરીકે માજી પ્રમુખ નિલેશ એમ ગામી એ પણ હાજરી આપી હતી એવું માજી સેક્રેટરી મયુર ગોળવાલા એ જણાવ્યું.



Comments