સચિન પોલીસે પ્રોહિબિશન ગુન્હા નાં આરોપીને ઝડપી પાડયો.
સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ના ગુનાનો નાસતા ફરતા આરોપીની ડ્રાઇવ દરમ્યાન ઝડપી પાડી આગળની કાર્યવાહી કરતી સુરત શહેર સચીન પોલીસ,

પ્રજાપંખ સચિન : મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અન્ય અધિકારીઓ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને શોધી પકડી પાડવા સારૂ ડ્રાઇવનું આયોજન સચિન પોલીસે કરેલ હોય જે ડ્રાઇવમાં પો .સ્ટે ના, સુરત શહેર, જીલ્લાઓના, રાજય બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની કવાયત શરૂ હતી ત્યારે સચિનના પો.ઇન્સ આર.આર.દેસાઇ નાઓની સુચના અને માર્ગદર્શન નાં આધારે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ એચ.જે.મચ્છર ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ ગોઠવી હતી. તે દરમ્યાન અ.હે.કો. ગજેન્દ્રદાન ગંભીરદાન તથા અ.પો.કો.પ્રવિણ ભીમાભાઇ નાઓની સંયુક્ત બાતમી આધારે સુરત રેલ્વે પોલીસ સ્ટેશન નાં પ્રોહી એક્ટ કલમ-૬૫(ઇ),૮૧ મુજબના ગુન્હામા નાસતો ફરતો આરોપી નામે અંકિત સુરેશ પાંડે રહે-સચીન સાઇનાથ સુડા સેકટર ૦૨, મહાકાળી બિલ્ડીંગમાં સચીન સુરત શહેર નાઓને બાતમીનાં આધારે
સચીન સુડા સેકટર ૦૧ ના નાકા પાસેનાં રોડ ઉપરથી ઝડપી પાડી ઉપરોક્ત ગુન્હાના કામે સચીન પોલીસ સ્ટેશન ખાતે લાવી સી.આર.પી.સી કલમ-૪૧(૧)આઇ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી સદર આરોપીને સુરત રેલ્વે પોલીસ સ્ટેશન ને કબ્જો સુપ્રત કરી સરાહનીય કામગીરી કરી છે. આ
કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી/કર્મચારીઓમાં પો. ઇન્સ. શ્રી આર. આર.દેસાઇ, પી. એસ. આઇ. એચ.જે.મચ્છર, એ. એસ. આઇ. કિશોરભાઇ માધવરાવ, અ.પો.કો.મુકેશકુમાર શિવાજી, અ.પો.કો.દશરથભાઇ માવજીભાઇ તથા બાતમી મેળવનાર અ.હે.કો.ગજેન્દ્રદાન ગંભીરદાન, અ.પો.કો.પ્રવિણભાઇ ભીમાભાઇ સામેલ હતાં.



Comments