top of page

સચિન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપી પાડયો.....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • May 19, 2021
  • 2 min read

સચિન : મે. સુરત પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ તથા મદદનીશ પોલીસ કમિશ્નર એફ. ડીવિઝનના અધિકારીઓ દ્વારા આપેલ સૂચનાઓ ના આધારે કે આજકાલ મોટા પાયે વિદેશી દારૂની હેરફેરી થતી હોય તે પ્રોહી. પ્રવૃત્તિ અટકાવવા સારું ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન આધારે સચિન પો.ઇન્સ. એન. એ. દેસાઇ ના માર્ગદર્શન અને સુચનાથી સચીન પો.સ્ટે વિસ્તારમા સર્વેલન્સ સ્ટાફના પી. એસ. આઈ. એ. એન. જાની અને સ્ટાફના કર્મચારી અ.પો. કો. વિજયભાઈ હીરાભાઈ ને મળેલ સંયુક્ત બાતમીના આધારે ટીમો બનાવી સચિનમાં સઘન પેટ્રોલીંગ કરતાં હતા અને મળેલ બાતમીના આધારે ફિલ્મી ઢબે ભારતીય બનાવટની વિદેશી દારૂ સાથેની ફોર વ્હીલર સાથે એક આરોપીને ઝડપી પાડયો હતો..આ

વિદેશી દારૂ સાથે ઝડપાયેલ આરોપી કોમલસિંગ દરિયાસિંગ ગીરાસે છે.જેની ઉમર ૨૪ વર્ષ છે જે સરકારી દવાખાના પાસે, કરવન્ડ નાકા, ધૂળિયા જિલ્લા, મહારાષ્ટ્રનો છે.. સાથે જે સફેદ કલરની હોંડાઈ સેન્ટ્રો ફોર વ્હીલ કાર જેનો નંબર જીજે - ૦૫- સીડી - ૩૦૦૮ છે. જેની કિંમત ₹.૧,૦૦,૦૦૦/- જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ની કુલ્લે નાની બોટલ નંગ ૫૨૮, જેની કિંમત ₹.૨૬,૪૦૦/- તથા એક આરોપીનો મોબાઈલ ₹.૧૦૦૦/- મળીને કુલ્લે ₹.૧,૨૭,૪૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી ૬૫ (ઇ) (એ), ૯૮(૨), ૮૧ મુજબ

કેસ કરી આગળની કાર્યવાહી કરી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે કારને ફિલ્મી ઢબે રોકતા કારમાંથી બીજા આરોપી ફરાર થતાં આ વોન્ટેડ આરોપી અજય જે શિરપૂર રહે, રાહુલ રાજપૂત જેનું સરનામું ખબર નથી, તથા રાકેશ ઉર્ફે ડબ્બુ ઉમ્મીદ નગર આવાસ, સચિન રેલવે સ્ટેશન સામે સચિન ના ઓને વોન્ટેડની જાહેરાત સાથે ઉપર મુજબ ધી ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2019 ની કલમ – 65 (ઇ) (એ)98,(2)81 મુજબનો કેસ કરી આ ગુન્હો ટિમ વર્કથી ગણનાપાત્ર કેસ શોધી કાયદેસર કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી સચિન પોલીસે કરી છે આ ટિમ વર્કમાં નીચે મુજબના સચિન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારી સામેલ હતા. જેમાં ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન. એ. દેસાઇ, પો.સ.ઇ એ. એન. જાની, અ.પો.કો. વિક્રમભાઈ ગોવિંદભાઈ, અ.પો.કો. રામભાઇ વાસાભાઈ, અ. પો. કો. વિજયભાઈ હીરાભાઈ અને એલ.આર. નારણભાઈ ભાનુભાઇ હતા જેઓ દ્વારા ખુબજ પ્રશંસનીય કામગીરી થયેલ છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page