સચીન પોલીસે ઉધના પોસ્ટેના અપહરણ ગુન્હાનાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

સચિન પ્રજાપંખ : મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર એફ.ડીવિઝન સાહેબશ્રી નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડ્રાઇવ ચાલુ હોય જેથી પો.સ્ટેના તથા સુરત શહેરના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ કે.બી.ઝાલા નાઓની સુચનાથી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો પ્રવિણભાઇ ભીમાભાઇ બ.નં-૧૬૬૦ તથા અ.પો.કો અરવિંદભાઇ ઉગાભાઇ બ.નં.૧૪૧૬નાઓની ખાનગી રીતે મળેલ સંયુક્ત બાતમીનાં આધારે અપહરણ કરનાર નાસતો ફરતો આરોપીને પકડી પાડી પ્રસંશનીય
કામગીરી કરી છે, આ
પકડાયેલ આરોપીનું નામ રીયાઝ ઉર્ફે કાલુ S/O શબ્બીર શેખ ઉર્ફે શાહ ઉવ-૨૫ ધંધો-મજુરી રહેવાસી-ઘર નં-૯ ફારૂકભાઇ કોલોની ખોલીમાં, જુમ્મા મસ્જીદની સામે લાજપોરગામ તા-ચાર્યોસી જી.સુરત શહેર છે. આ
ધરપકડ કરવામાં આવેલ ગુનાની વિગત જાણીએ તો ઉધના પોલીસ સ્ટેશન "એ" પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૭૨૧૩૩૦૦/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬ વિગેરે મુજબ આ પકડાયેલ આરોપી વિરૂધ્ધમાં ગુન્હો નોંધી સચીન પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરેલ છે. આ સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી/કર્મચારીઑ
આ મુજબ હતાં ખુદ પો.ઇન્સશ્રી કે.બી.ઝાલા તથા પો.સ.ઇશ્રી એચ.જે.મચ્છર, અ.પો.કો પ્રવિણભાઇ ભીમાભાઇ બ.નં-૧૬૬૦, અ.પો.કો અરવિંદભાઇ ઉગાભાઇ બ.નં-૧૪૧૬, અ.હે.કો ખોડુભાઇ સબળસિંહ બ.નં-૧૩૦૮, અ.પો.કો પુંજાભાઇ પરબતભાઇ બ.નં-૧૪૨૦ એ ટીમ વર્કમાં પ્રસંશનીય કામગીરી કરી છે.



Comments