સચિન ખાતે વિશ્રાંતિ સિનિયર સીટીઝન કલબની પ્રથમ સામાન્ય સભા મળી
સચિન ખાતે નવી શરૂ થયેલ વિશ્રાંતિ સિનિયર સીટીઝન કલબની આજે પ્રથમ સામાન્ય બેઠક મળી હતી જેમાં પ્રમુખ અબ્દુલ રઝાકભાઈ સૈયદના અધ્યક્ષ સ્થાને મળી હતી આજે તેમણે 118 સભ્ય થઈ જતાં ગૌરવ અનુભવ્યો હતો. સચિન ખાતે આ ત્રીજી સિનિયર સીટીઝન કલબની સ્થાપનાનું સ્વપ્ન સ્વર્ગીય બી સી ઢબુવાળાનું હતું એમના પ્રયત્ન હતા કે આ મારા ગયા બાદ ચાલુ રહે અને ખરેખર એમના દુ:ખદ અવસાન બાદ આ કામગીરી પ્રમુખ અબ્દુલ રઝાકભાઈ સૈયદભાઈ હાથમાં લીધી છે અને ખુબજ સરસ રીતે કલબ ની શરૂઆત થઈ રહી છે. આ પ્રસંગે 118 જેટલા સિનિયર સિટીઝનો સાથે વિરિષ્ઠ ડો. રણજીતસિંહ વાંસીયાંજી પણ આશીર્વચન માટે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સંસ્થાના ડિરેક્ટર તરીકે છે. આ જીવન ની ઢળતી સંધ્યાએ પહોંચેલા વડીલોને વિવિધ મનોરંજક કાર્યક્રમોનો લાભ મળે અને તેમને એકબીજાની હૂંફ મળે તેવા હેતુથી આ સિનિયર સીટીઝન કલબની સ્થાપના કરી છે. આ ક્લબમાં 55 વર્ષથી વધુની વયના વડીલોને સભ્ય તરીકે લેવામાં આવ્યા છે. રઝાકભાઈએ કહ્યું કે અમને કહેતા આનંદ થાય છે કે આ ક્લબ ના પણ 118 થી વધુ સભ્યો નોંધાયેલા છે. અમે હવે અમારી કલ્બમાં સિનિયર સીટીઝન ક્લબના સભ્યો માટે વર્ષ દરમિયાન નાટ્ય શૉ, હસાયરો, કવિ સંમેલન, ગીત-સંગીત પાર્ટી, ધાર્મિક સ્થળોનો પ્રવાસ, દાંડિયારાસ, તબીબી કેમ્પ તમજ વડીલોને અનુકૂળ આવે તે પ્રકાર ના ભોજન સંભારભ સહિતના એક ડઝન જેટલા કાર્યક્રમ આપવામાં આવશે અહી, પ્રવાસ સમિતિની પણ રચના કરી છે પછી મેડિકલ સમિતિ ના ડોકટર અનિલ જોશી ચેરમેન છે અને કારોબારીમાં 18 સદસ્યોને સ્થાન અપાયું છે,



Comments