સુરતમાં આંશિક સૂર્યગ્રહણનો લાઈવ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો...
પ્રજાપંખ તારીખ 25 ઓક્ટોબર 2022 અને દિવાળીના દિવસે ગુજરાત ભરમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું સુરતમાં તનો એક લાઈવ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ વિજ્ઞાન ગુર્જરી સુરત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર સુરત અને સત્યશોધક સભા ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો જેમાં એક્સપર્ટ તરીકે પ્રિન્સિપાલ મનસુખ નારિયા એ ગ્રહણ અંગે વિગતવાર વૈજ્ઞાનિક અભિગમથી માહિતી આપી હતી અને ઉપસ્થિત દર્શકોને વિનામૂલ્ય ગ્રહણ જોવાના ખાસ પ્રકારના ચશ્મા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રિફ્લેક્શન અને ફિલ્ટર સાથે ટેલિસ્કોપ ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સુરત વરાછાના કેન્દ્ર સમા મીની બજાર પાસે શિવ કોમ્પલેક્ષ ટેરેસ પર આ આયોજન થયું હતું જેમાં દોઢસો જેટલા ભાઈઓ બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે સૂર્યકાંત શાહ દ્વારા પણ ગ્રહણ સાથે જોડાયેલી અંધશ્રદ્ધાઓ અંગે માહિતી આપી હતી જાદવ વેકરીયા અને સુરેશ કિકાણી બિરજુ નારિયાએ સંકલન કર્યું હતું અને સ્થળ સહયોગ ડો. જીવરાજભાઈ ગોધાણી કર્યો હતો



Comments