સુરત શિક્ષણ સમિતિ ની શાળા ક્રમાંક ૨૯૫ ની રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધી
- Praja Pankh
- Mar 4, 2021
- 1 min read

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ની શાળા ક્રમાંક ૨૯૫ ઉન દ્વારા પ્રસ્તુત થયેલી બે કૃતિ
`ચુ ચુ કેરમ ` અને `અતુલ્ય ભારત `ની પ્રથમ રાષ્ટ્રીય રમકડા મેળા માટે પસંદગી થતા શાળાનું ગૌરવ વધાર્યું છે.
વર્ષ :-૨૦૨૦-૨૧ દરમ્યાન બાળકોની અધ્યયન –અધ્યાપન પ્રક્રિયાને સક્રિય અને આનંદ દાયક બનાવવાના લક્ષ સાથે દેશી રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા શિક્ષણ મંત્રાલય સહીત કાપડ ,અને અન્ય મંત્રાલયો ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમકડા મેળા નું આયોજન કરવામાં આવેલ છે .પ્રથમ નેશનલ ટોયફેર- ૨૦૨૧ માં સુરત જીલ્લાની જે ૧૧ કૃતિઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે તેમાં શ્રી ર.મુ.અદાણી શાળા ક્રમાંક ૨૯૫ ઉન શાળા ના શિક્ષક શ્રી દિપકભાઈ દામુભાઈ રામરાજે અને જીગ્નેશભાઈ જયંતીભાઈ રાઠોડ ની કૃતિનો સમાવેશ થતા શાળા પરિવાર ગૌરવ અને આનંદ ની લાગણી અનુભવે છે .
દિપકભાઈ દ્વારા તૈયાર થયેલ `ચુ ચુ કેરમ ` વિદ્યાર્થી ના પૂર્વ જ્ઞાન નો ઉપયોગ કરી બહુવિધ શૈક્ષણિક ઉદ્દેશો સિદ્ધ કરતુ હતું .જયારે જીગ્નેશભાઈ દ્વારા તૈયાર કરેલ `અતુલ્ય ભારત ` પ્લે બોર્ડ ના માધ્યમ થી ભારત ના વિવિધ રાજ્યોની માહિતી દરેક પ્લે રાઉન્ડ દરમિયાન રમત દ્વારા પૂરું પાડતું હતું .
શાળા ક્રમાંક ૨૯૫ ની ઉપરોક્ત કૃતિ સી .આર.સી.,યુ.આર.સી.,જીલ્લા,અને રાજ્ય કક્ષા એ વિજેતા થયા બાદ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામતા શાળાના આચાર્ય શ્રી પંકજભાઈ ત્રિવેદી એ બંને મિત્રોને શુભેચ્છા પાઠવી હતી .



Comments