સી. આર. પાટિલની મોટી જીત : 90 ટકા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર હવે ભાજપની ધજા ફરકશે
સુરતમાં 25 વર્ષમાં સુરત મહાનગરમાં અમે સારા થી અતિ સારા કાર્યો કર્યા છે. જેથી મહા નગર પાલિકામાં 93 (સીટ) કમળ અને સુરત જિલ્લા ના 36 જિલ્લા પંચાયતોમાથી 34 જી.પ. અને 09 તાલુકા પંચાયત તેમજ 04 નગર પાલિકાઓ પર કમળ ખીલ્યા છે. ગુજરાતમાં 61 વર્ષમાં પ્રથમવાર 2021 ના વર્ષમાં ભાજપે કૂલ 81 માંથી 75 કમળ નગર પાલિકામાં, 31 જિલ્લા પંચાયતોમાં અને 231 માથી 196 તાલુકા પંચાયતોમાં કમળને સ્થાન મળી ચૂક્યું છે આમ ભાજપે 90 ટકા જીત મેળવી લીધી છે. : સંદીપ દેસાઇ પ્રમુખ સુરત જીલ્લા સંગઠન ભાજપા

સચિન : સુરત સાથે ગુજરાતમાં ભાજપને મતદારોએ 90 ટકા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માં કમળ ખીલવી આપ્યા છે આપ શું કહેશો ? ના જવાબમાં સુરત જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઇ જિલ્લા પ્રમુખે કહ્યું કે, ભાજપ ફક્ત વિકાસમાં માને છે આ કમળની જીત ફક્ત વિકાસની જીત છે. સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ સહુ વિસ્તારને મળતો રહે છે. કાર્યકર્તાઓએ ગ્રાઉન્ડ લેવલે ખૂબ મહેનત કરી છે. કેમ કે, નવસારી સાંસદ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટિલ, દ્વારા જે પ્રમુખપેજ ની ફોરમૂલા આવી તે રીતે ભાજપ પરિવારમાં આમ પ્રજા કમળ સાથે જોડાઈ ચૂકી છે અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામને મતદારો નજરે જોતાં જ નથી નગરમાં થયેલ વિકાસના કામનો અનુભવ પણ તેઓ લઈ રહ્યા છે વિકાસ એજ અમારો મુદ્રાલેખ કહી શકાય. સુરતમાં 25 વર્ષમાં સુરત મહાનગરમાં અમે સારા થી અતિ સારા કાર્યો કર્યા છે. જેથી મહા નગર પાલિકામાં 93 કમળ થી અમે જીત્યા અને કોંગ્રેસને આમ પ્રજાએ દૂર કરી આમ આદમીને સ્થાન આપ્યું.
હું તો કહું છુ કે અમારા લોકલાડીલા સાંસદ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલની આ મોટી જીત છે જ્યાં 90 ટકા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર હવે ભાજપની ધજા ફરકશે આ કમળ ની જીતમાં સહુથી પ્રથમ પાયાના કાર્યકરોએ ખૂબ મહેનત કરી છે, મુખ્ય કન્વીનરો સાથે 24 કલાકો માઇક્રો પ્લાનિંગમાં રહેતા હતા, મતદારો સાથે ઉમેદવારોનો સંપર્કમાં રહેતા હતા, એક એક મત કમળને મળે તેવી વ્યુહ રચના કરતાં હતા, જેથી આ જીતમાં મુખ્ય કન્વીનરો, સહ કન્વીનરો અને કાર્યકર્તાઓ સાથે સાંસદ પ્રભુભાઈ વસાવા, આદિજાતિ મંત્રી ગુજરાત રાજ્ય ગણપત વસાવા, બારડોલી ના કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લાના મહામંત્રીઓ, પદાધિકારીઓની ટીમની આ મોટી જીત છે. તેઓ આભાર અને અભિનંદનને પાત્ર છે જેથી સહુને અભિનંદન પાઠવું છું, આભાર માનું છું, સાથે સાથે સહુ મતદારોનો પણ આભાર માનું છું. આપ જોઈ શકો છો મતદારો થકી ગુજરાતમાં 61 વર્ષમાં પ્રથમવાર ભાજપે 90 ટકા જીત મેળવી છે. 2021 ના વર્ષમાં ભાજપે 81 માંથી 75 કમળ નગર પાલિકામાં, 31 જિલ્લા પંચાયતોમાં અને 231 માથી 196 તાલુકા પંચાયતોમાં કમળને સ્થાન મળી ચૂક્યું છે જે અમારો અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે. 90 ટકા સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં કમળ ખીલવ્યું છે. જો કે 2015માં અમારી પરિસ્થિતી થોડી નાજુક હતી પરંતુ તે પરિસ્થિતીની કસર 2021 માં પૂરી કરી લીધી છે અને બાકી 10 ટકા એટલે હવે ગુજરાતમાં 100 ટકા કમળ ખીલવવાની મહેનત વિકાસ થકી આમજ જારી રહેશે આ વખતે 2021 માં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સુરત જિલ્લા ના 36 જિલ્લા પંચાયતોમાથી 34 અને 09 તાલુકા પંચાયત તેમજ 04 નગર પાલિકાઓ ઉપર ભાજપની ધજા ફરકશે એવું સુરત જિલ્લા સંગઠન અધ્યક્ષ સંદીપ દેસાઇએ જણાવ્યુ છે.



Comments