વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત....
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ


પ્રજાપંખ સુરતઃ શુક્રવારઃ- ગુજરાતની દક્ષિણ પટ્ટાના આદિજાતિ વિસ્તારોમાં વિકાસ કામોની ભેટ ધરવા માટે નવસારી ખાતે પધારી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સર્વપ્રથમ સુરત એરપોર્ટ ખાતે આગમન થતા તેમનું મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અહીંથી તેઓ નવસારી ખાતે જવા માટે રવાના થયા હતા.
દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સુરત એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ શ્રી સી. આર.પાટીલ,મેયરશ્રીમતિ હેમાલીબેન બોધાવાલા, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેઓના નવસારી ખાતેના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, અને હવાઈ માર્ગે નવસારીના ચીખલી જવા રવાના થયા હતા.



Comments