વડાપ્રધાનના સૂચન બાદ માત્ર બે મહિનામાં સરકારે 23 લાખથી વધુ કામ ગામડામાં પૂર્ણ કર્યા.
પંચાયત મહાસંમેલનમાં ગામડાઓમાં ખેતી, સફાઇ, પ્રભાફેરી સહિતના 11 માર્ગદર્શક સૂચનો કર્યા હતા
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ગ્રામ્ય સ્તરે વિવિધ કાર્યો અત્યારે શરૂ થયા છે
ગાંધીનગર પ્રજાપંખ , 24 મે, 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તા. 11 માર્ચ 2022ના ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને 11 માર્ગદર્શક સૂચનો રજૂ કર્યા હતા જેના આધારે પંચાયતી રાજ સંસ્થાઓ તેની અમલવારી કરે તેમ જણાવ્યું હતું. આ સૂચનોના અમલીકરણ માટે ગુજરાત સરકારે એક્શન મોડમાં કાર્ય શરૂ કર્યું અને માત્ર બે મહિનાના ગાળામાં ગ્રામ્ય કક્ષાએ જુદી જુદી 23,51,615 પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.
વડાપ્રધાને સૂચવ્યુ હતું કે દરેક ગામના સ્થાપના દિવસની ઉજવણી થાય. તે સિવાય આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે 75 પ્રભાતફેરીનું આયોજન, જળસંચયના કામો, પશુઆઓનું રસીકરણ, શાળા સ્થાપના દિવસની ઉજવણી, સ્વચ્છતા કાર્યક્રમ, ગ્રામજનો દ્વારા 75 વૃક્ષોનું વાવેતર, ખેત તલાવડી નિર્માણ અને ગામના 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવા સૂચનો કરવામા આવ્યા હતા.
આ સૂચન અન્વયે તા. 12/03/2022 થી તા. 10/05/20002 સુધી બે મહિનામાં કુલ 24,68,452 કાર્યો હાથ ધરવામા આવ્યા છે. વડાપ્રધાનના સૂચનો બાદ તેના તાત્કાલિક અમલ માટે સંબંધિત 9 વહીવટી વિભાગ, તમામ જિલ્લા કલેક્ટર અને તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે સંકલન કરીને સૂચનાઓ અપાઇ હતી. આ સૂચનોના અમલીકરણ તેમજ રિપોર્ટીંગ માટે તાત્કાલિક અસરથી DDO પોર્ટલ પર અલગ લીંક પેજ બનાવવામા આવ્યું હતું. આ પોર્ટલ પર તમામ જિલ્લાની કામગીરીનો ડેટા અપડેટ કરવામા આવે છે અને સતત તેનું કામ પ્રગતિ હેઠળ છે.
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમણે ગામડાઓને સુવિધાઓથી સુસજ્જ કરવા અને તેમને અગ્રિમ હરોળમાં સ્થાપિત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું. ગામડું આત્મનિર્ભર બને તેવી તેમની નેમ હતી અને તે દિશામાં તેમણે પ્રયાસો શરૂ કર્યા હતા.
માન. પ્રધાનમંત્રીશ્રીના 11 બહુમૂલ્ય સૂચનોને ગુજરાતના દરેક ગામના સરપંચશ્રીઓએ ઉત્સાહપૂર્વક વધાવી લીધેલ છે અને તેઓની મહેનતની પ્રતીતિ અત્યાર સુધી થયેલા 23,51,615 કામો પરથી પ્રતિબિંબિત થાય છે. તમામ સરપંચશ્રીઓને ધન્યવાદ પાઠવુ છું.
- શ્રી બ્રિજેશ મેરજા, માન. મંત્રીશ્રી, (રાજ્યકક્ષા), શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
*માનનીય વડાપ્રધાનશ્રીના સૂચનો અન્વયે તા.12/03/2022થી તા.10/05/2022 સુધીના બે માસમાં થયેલી કામગીરી*
માર્ગદર્શક સૂચનો કામગીરીની સંખ્યા
ગામના સ્થાપના દિવસની ઉજવણીની સંખ્યા 3476
થયેલ પ્રભાતફેરીની સંખ્યા 19460
વૃક્ષારોપણની સંખ્યા 165140
પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતોની સંખ્યા 72414
પશુ રસીકરણની સંખ્યા 1978441
ખેત તલાવડીના બાંધકામની સંખ્યા 3805
ચેકડેમ / જળસંચયના અન્ય કામોની સંખ્યા 4811
LED લાઇટના કામોની સંખ્યા 87103
શાળાઓના સ્થાપના દિવસની ઉજવણીની સંખ્યા 2707
પૂર્વ સરકારી અધિકારીની હાજરીમાં યોજેલ બેઠકોની સંખ્યા 4966
ગામના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલ કામગીરીની સંખ્યા 9292
કુલ કામગીરીની સંખ્યા 23,51,615
પ્રધાનમંત્રીશ્રીના સૂચનો અનુસાર ગ્રામ્ય સ્તરે અમે ઉત્સાહભેર કામગીરી કરી છે. આખા ગામમાં સફાઇની કામગીરી કરવામા આવી છે. અમારા ગામની પંચાયતને 56 વર્ષ પૂર્ણ થતા હોવાથી 56 ઝાડ પણ વાવ્યા છે અને સ્કૂલનો 121મો જન્મદિવસ પણ ઉજવ્યો છે. સરપંચ તરીકે હું ગામના વિકાસ માટે હંમેશા તત્પર છું અને ખેતીમાં આ ગામ અત્યારે સમૃદ્ધ છે.
શિલ્પાબેન રામકૃષ્ણ પટેલ, સરપંચ,
ચંદ્રાલા- ગાંધીનગર



Comments