વેલેન્ટાઇન ના બદલે સચિન પાલીમાં ઉજવાયો માતૃ - પિતૃ પૂજન

સચિન : સચિન ખાતેના આવાસ યોજનામાં ગત રોજ હરી ૐ મંડળ તરફથી માતૃ - પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ ના આયોજકો ગણપત કાકા, રાજુભાઇ, મનોજભાઇ, યોગીભાઈ અને ભટુભાઈ પાટિલ હતા. સમગ્ર કાર્યક્રમ પ્રધાન મંત્રી આવાસ યોજના સચિન કન સાડ રોડના પાલી ખાતે યોજાયો હતો. સ્થાનિક આવાસમાં રહેતા વિધ્યાર્થીઓ અને અન્ય બાળકોએ પોતાના માતા પિતાને સુ મધુર શ્લોક દ્વારા કુમ કુમ તિલક કરી હાર પહેરાવી ને ચરણ સ્પર્શ કરીને આશીર્વચન લઈ અનોખી રીતે વેલન્ટાઇન ડે ની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનો નો મુખ્ય આશય શહેરમાં બાળકો ધર્મિકતા ભાવના સમજે અને માત પિતાનું માન સન્માન જાળવે જે માટે એક જન જાગૃતિ કાર્યક્રમ પણ કહી શકાય. ભટુ પાટિલે જણાવ્યુ કે, 14 તારીખે આજનો યુવાન બીજે ન ભટકે એને ખરી દિશા મળે એ ગેર માર્ગે ન દોરાય જે માટે 12 થી 15 વર્ષના બાળકો બાળકીઓ ખોટા દિવસના ભોગ ન બને જે માટે માતૃ પિતૃ પૂજન કાર્યક્ર્મ રાખીએ છીએ.



Comments