વોર્ડ નંબર ૩૦ કનક્પુરનાં શહેરી આરોગ્ય કેંદ્ર ખાતે નગર સેવકો દ્વારા મનાવાયો નેશનલ ડોકટર ડે

સચિન પ્રજાપંખ : ડૉક્ટર્સના સમર્પણ પ્રત્યે સન્માન અને આભાર વ્યકત કરવા દર વર્ષે 1 જુલાઇના રોજ આ દિવસ મનાવવામાં આવે છે જેથી આજે ૧ જુલાઇ એટલે નેશનલ ડોકટર્સ ડે, સ્વાભાવિક છે કે, આપના નજીકના ડોકટરો આપણને પહેલા યાદ આવે કેમ, કે તેઓ જ આપણો પ્રથમ પ્રાથમિક ઇલાજ કરે છે અને વધુ બીમારી હોય તો આગળ મોકલે છે. આજે કનકપુર ખાતેના સ્વામી નારાયણ મંદીર સામેનુ આરોગ્ય કેન્દ્રને ખસેડીને ગુજરાતી પ્રાથમિક સરકારી શાળાની બાજુમા જુની લાયબ્રેરી ખાતે હંગામી ધોરણે શરુ કરેલ, શહેરી આરોગ્ય કેંદ્રના ડોકટર અર્પિત દુધવાળા, ડો. દિનેશ પટેલ, ડો. અક્ષય ચૌધરી, ડો. રાજેશ પંચાલ અને ડોકટર સાજીદ લેહરીનું પધારેલ મહેમાનો દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરાયું અને એમને કરેલ કાર્યની સરાહના કરી શુભેચ્છાઓ આપાઇ હતી. આજનાં આ સન્માન કાર્યક્રમમાં કાયદા ચેરમેન હસમુખભાઇ નાયકા, ટીપી સ્કીમ સમિતિના સદસ્ય ચિરાગસિંહ સોલંકી તેમજ ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ પ્રમુખ અજીતસિંહ રાજપૂત અને અન્ય મહેમાનો તથા આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મિત્રો આપણે જાણીએ છીએ કે, ડૉક્ટર્સ જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહેલા દર્દીઓને ન માત્ર સારવાર આપે છે, પરંતુ તેમને એક નવું જીવન પણ બક્ષે છે માટે ડોકટરને ધરતી પર ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. જે આપણે કોરોના કાળમા જોઇએ છીએ, વધુમાં સ્થાનિક ડોકટર દિનેશભાઇ પટેલે દેશના જાણિતા ડૉક્ટર બિધાન ચંદ્ર રોયને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે તેમની જ્યંતી અને પુણ્યતિથિ પર ડોક્ટર્સ ડે મનાવવામાં આવે છે. તેમનો જન્મ 1 જુલાઇ 1882માં બિહારના પટના જિલ્લામાં થયો હતો અને એમનો સ્વર્ગવાસ પણ 01 / 07 / 1962 ના રોજ જ થયો હતો જેથી આજના દિવસે તેમને યાદ કરીને નેશનલ ડોકટર્સ ડે મનાવાય છે.



Comments