વાંઝ વકતાણા ની ખાડી પરથી ચોમાસામાં પસાર થતાં જીવ જવાનો ભય સતાવે છે...
સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવાય જે માટે સરપંચ રજૂઆત કરશે...
પ્રજાપંખ :-વાંઝ-વકતાણા ગામ વચ્ચે આવેલ ખાડી છે આ ખાડી દર વર્ષ ની જેમ તાજેતરમાં પણ ઓવરફ્લો થઈ પુલ ક્યા છે દૃશ્યમાન થઈ શકતો નથી, આવા બ્રિજ ઉપરના ભરાતા વરસાદી પાણીના લીધે અનેક લોકોની જાન જોખમમાં રહે છે. નાના મોટા વાહન તણાઈ જવાની પૂરી શક્યતા રહે છે. ગત વર્ષની જેમ
આ વર્ષાઋતુમાં ત્રણ ત્રણ વખત ખાડીના પુલ ઉપરથી ભારે દબાણ સાથે પાણી વહેતું રહ્યું છે. આ રસ્તો આમ રસ્તો છે, ખેતીવાડી માટે તેમજ ટોલ નાકના લીધે પણ અનેક ફોર વ્હીલર ગાડીઓ અહીથી પસાર થાય, તે માટે સરકાર દ્વારા અગ્રતાના ધોરણે ધ્યાનમાં લેવામાં નહીં આવે તો તે વધુ વખત પુનરાવર્તિત થતું રહેશે અને કોઈ અજાણ વ્યક્તિઓ ગાડી સહિત પાણીમાં ગરકાવ થઈ શકે તેમ છે જેથી આ પુલ ને યુદ્ધના ધોરણે પાંચ દસ ફૂટ ઊંચો કરાય અથવા આજુ બાજુના પુલ પરનાં દેખાતા પિલરોને પાંચ દસ ફૂટ ઊંચા કરી રેડિયમ લગાવી ડેન્જર નાં બંને છેડે બે બે બોર્ડ લગાવી આમ રાહદારી કે મોટર સાયકલ કે ફોર વ્હીલર વ્હિકલવાળી જનતાને બચાવી શકાય તેમ છે એવું સરપંચ અભિષેક દેસાઈએ પત્રકાર ને જણાવ્યું છે. વધુમાં દેસાઈએ કહ્યું કે હાલ આ વિસ્તારમાં સરકાર દ્વારા વિકાસ ચાલી રહ્યો છે તેથી ભવિષ્યમાં તે સ્થાનિક લોકો માટે મુશ્કેલી ઊભી ન થાય જે માટે અમે ઉચ્ચ કક્ષાએ લખીને જણાવીશું જણાવ્યું.



Comments