વિજ્ઞાન ગુર્જરીના ઐતિહાસિક કાર્યક્રમમાં એલ.ડી. હાઈસ્કૂલ, સચિનની હિના ચોકસીની ઉત્કૃષ્ટ ભાગીદારી....
- Praja Pankh
- May 3
- 1 min read

ડો.નિલેશ જોશી પ્રિન્સિપાલ તથા સચિન ના હિના ચોકસી .

પ્રજા પંખ સચિન: વિજ્ઞાન ગુર્જરી દ્વારા સમગ્ર ગુજરાતમાં 5 ઓગસ્ટ, 2024 ના રોજ યોજાયેલ વિશાળ વિજ્ઞાન પ્રકલ્પ અંતર્ગત એક નોંધપાત્ર કાર્યક્રમ અમલમાં મૂકાયો હતો. સવારે 11:00 થી 12:00 કલાક દરમિયાન રાજ્યના કુલ 1,870 સ્થળોએ એકસાથે વિજ્ઞાન આધારિત પ્રોજેક્ટ લેક્ચર યોજાયા હતા, જેમાં યુનિવર્સિટીઓ, કોલેજો અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ મહત્ત્વાકાંક્ષી વિજ્ઞાન ચેતના અભિયાનમાં એલ.ડી. હાઈસ્કૂલ, સચિન દ્વારા પણ ઉત્સાહપૂર્ણ સહભાગીતા નોંધાઈ હતી. શાળાના વિદ્યાાલય પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમમાં કુમારી હીનાબેન ચોકસી દ્વારા "ઓપન હાયર ફિલ્મ તથા અણુ બોમ્બ અને તેની વિનાશક અસરો" વિષય પર જ્ઞાનસભર અને વિચારપ્રેરક લેકચર આપવામાં આવ્યું હતું. તેમના પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાનના મહત્વપૂર્ણ પાસાઓ સાથે તેમજ અણુબળની જોખમસભર અસરોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
કુમારી હીનાબેન ચોકસીએ આપેલ લેક્ચરની નોંધ વિજ્ઞાન ગુર્જરી દ્વારા લેવામાં આવી હતી અને તેમના અનમોલ યોગદાનને આધારે તેમને સન્માનપત્ર દ્વારા વિજ્ઞાન ગુર્જરીના પ્રશંસા પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીમંડળ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થયો છે. વિજ્ઞાન ગુર્જરીના આ પ્રયાસો ગુજરાતના યુવા મગજમાં વિજ્ઞાન માટેની જાગૃતિ વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યા છે.
એવું ડો.નિલેશ જોશી પ્રિન્સિપાલે જણાવ્યું.
Comments