લાજપોર ગ્રામ પંચાયતની ડેપ્યુટી સરપંચ તરીકે વિકાસ પેનલની શ્રીમતી ફરહાના નિઝામ શેખની વરણી થઈ

પ્રજાપંખ સચીન : ગત રોજ ૧૭-૦૧ ૨૦૨૨ સોમવાર ના રોજ લાજપોર ગ્રામ પંચાયતની ડેપ્યુટી સરપંચ ની ચૂંટણી લાજપોર ગ્રામ પંચાયત કચેરી માં બપોરે ૧૨-૧૫ કલાકે નાયબ મામલતદાર ના અધ્યક્ષ પણા હેઠણ ખાસ સભા યોજાઈ હતી. જેમાં વિજેતા સરપંચ બશીર ખલિફાના પરિવર્તન પેનલ તરફથી ગ્રામ પંચાયત લાજપોર ના ડેપ્યુટી સરપંચ ની ઉમેદવારી પંચાયત ના વોર્ડ નંબર ૧૨ ના વિજેતા ઉમેદવાર શ્રી જીજ્ઞેશ ભાઈ વલ્લભ ભાઇ સોલંકીએ પત્રક ભર્યું હતું અને સામે વિપક્ષ ના ૬ સભ્ય વિકાસ પેનલ તરફથી વોર્ડ નંબર ૧૧ થી વિજેતા ઉમેદવાર શ્રીમતી મોહતરાંમાં ફરહાના નિઝામ શેખે પોતાની ઉમેદવારી વિકાસ પેનલ તરફથી કરી હતી. જેમાં પરિવર્તન પેનલ ના ઉમેદવાર ને ૬ મતો મળ્યા હતા અને સામે વિકાસ પેનલ ના ૬ સભ્યો જેમાં એક પરિવર્તન પેનલ ના અસંતોષ વોર્ડ નંબર ૫ ના વિજેતા સભ્ય હુઝેફાં અખ્તર ઘરડા એે પોતાનો કીમતી બહુમુલ્ય મત વિકાસ પેનલ ના ઉમેદવારી ફરહાના બાનું ને આપતા ૬ વિરોધ ૭ મતો વિકાસ પએનલના ઉમેદવારને મળતા લાજપોર ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ માં ફરહાનાં બહેન નો વિજય થયો છે
આ લાજપોર ગ્રામ પંચાયત ની ડેપ્યુટી સરપંચ શ્રી અશોક ભાઈ ફકિરભાઇ પટેલ અને એમની ટીમની રાત દિવસ ૨૪ કલાક ની મેહનત રંગ લાવી છે. જેથી હવે લાજપોર ગ્રામ પંચાયત માં સરપંચ સાથે સત્તા માં ૬ મેમ્બર રહેશે અને સામે વિરોધ પક્ષ માં ટોટલ ૭ સભ્યો થી ગ્રામ પંચાયતની લગામ વિપક્ષ પાસે મજબુતીથી રહેશે એવું માજી ડે.સરપંચ અશોક પટેલે જણાવ્યું છે. આ ઉપ સરપંચ ના વિજેતા ફરહાના બહેન ને સાથ સહકાર આપવા માટે લાજપોર ગામના માજી સરપંચ અખ્તર ઘરડા ને લાજપોર પંચાયત ના માજી ડેપ્યુટી સરપંચ શ્રી અશોક ભાઈ પટેલ માજી ડે. સરપંચ શબ્બીર કાસુજી ફારુક ભાઈ કોલા અબ્દુલ હક કોલા નઝીર ભાઈ ખાન જાદા મુસા શબ્બીર દોકરાત ઉસ્માન ભાઈ કોલા. અને લાજપોર ગુજરાતી પ્રાથમિક શાળા ના મુખ્ય મુખ્ય અને લાજપોર ગ્રામ પંચાયત ના માજી સભ્ય જનાબ અહમદ ભાઈ કોલા. સુલેમાન પટેલ અરવિંદ સોલંકી ( દરબાર ) માજી સરપંચ અશોક ભાઈ રાઠોડ હેમંત કુમાર પટેલ માજી સરપંચ શ્રી મતી લખીબેન માજી પંચાયત સભ્ય શાહબાઝ ખાન ઝાદા સમીર ખાન ભુસવલા વિગેરે ગામની મોટી સંખ્યા માં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ની હાજરીમા નવા ડે. સરપંચ ફરહાનાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.



Comments