top of page

મહારાણા પ્રતાપ પ્રા.શાળાએ સ્કોલરશિપ પરીક્ષા (NMMS) માં જ્વલંત સિદ્ધિ મેળવી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • May 16, 2021
  • 1 min read

સચીન : ધોરણ – 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આગામી ધોરણ 9 થી 12માં દર મહિને 1,000 રૂપિયા એમ કુલ 48,000 હજાર મળે તે માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્કોલરશિપ પરીક્ષા (NMMS) દર વર્ષે લેવામાં આવે છે. તેમાં મહારાણા પ્રતાપ પ્રા.શાળાના 14 વિદ્યાર્થીઓ પસંદ થયા છે. જે ન.પ્રા.શિ.સ. કક્ષાએ ખૂબ ગૌરવની વાત છે. આ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક શ્રી નિલેશભાઈ સંઘાણીએ માર્ગદર્શન આપ્યું હતું. આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ શાળાના આચાર્યશ્રી મિતેશભાઈ પ્રજાપતિએ શ્રી નિલેશભાઈને અને તેજસ્વી તારલાઓ-વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. સુરત જિલ્લા કક્ષાએ બીજા ક્રમે સૌથી વધુ વિદ્યાર્થીઓ મેરિટમાં આવેલા છે, જે શાળા માટે ગૌરવની વાત છે.

સ્કોલરશિપ પરીક્ષા (NMMS)માં પસંદગી પામનારા વિદ્યાર્થીઓ : માંગુકિયા ક્રિશ જગદીશભાઈ, ડાયાણી જયેશ સંજયભાઈ, ડુંગરાણી કીર્તન ઘનશ્યામભાઈ, જાદવ સુશીલ કાળુભાઈ, માવાણી વિવેક મહેશભાઈ, સાકરિયા દક્ષ કિશોરભાઈ, ભંડેરી કુંજ વિનોદભાઈ,પાનસુરિયા હિત નિલેશભાઈ, ખૂંટ શુભમ સુરેશભાઈ, જસાણી ઉકશીલ કાળુભાઈ, બોઘરા દિસંત સત્યેનભાઈ, રાણપરિયા દિવ્ય પંકજભાઈ, કાકડિયા વંદન પ્રકાશભાઈ, ચોથાણી તેજસ વિજયભાઈ. આ વિદ્યાર્થીઓએ લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પણ એકાગ્રતાથી અભ્યાસ કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page