માસિક પગાર માટે તરસાવતા જીનમ ફેક્ટરીના માલિક....
એશિયાની બે નંબરની આવેલ સચિન જી આઈ ડી સી ખાતે 2250 ફેક્ટરીઓ આવેલી છે જેમાં હાલના તબક્કે કોરોના કાળ થી રોજ બ રોજ અનેક સમસ્યાઓનો સામનો આમ કારીગર વર્ગ કરતાં આવી રહ્યા છે. અહીના શ્રમજીવીઓ પોતાના વતન થી હજારો કિલોમીટર રોજી રોટી માટે સચિન આવે છે ત્યારે અમુક ફેક્ટરીવાળાઓ તેમનું શોષણ કરે છે એવું પણ બહાર આવ્યું છે. આજે સચિન જી આઈ ડી સી માં આવેલ જીનમ ડ્રેસ લિમિટેડ નામક ફેકટરીના માલિકો દ્વારા છેલ્લા બે મહિનાથી કારીગરોને પગાર આપવામાં આવ્યો નથી એવું તસ્વીર માં દેખાતા કર્મચારીઓ કહે છે. આ કર્મચારીઓ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે , જો કોન્ટ્રાકટરે પગાર શેઠ પાસે લીધો હોય અને મજૂરોને ન ચૂકવ્યો હોય તેવું પણ બની શકે જે તપાસનો વિષય છે. આ મજૂર વર્ગના ત્યાં હાલમાં રોજ ચૂલો સળગતો નથી. એક એક ટાઈમ ખાવાના ફાફા થઈ રહ્યા છે. એટલે આ કારીગરો આખરે મીડીયાની સામે આવ્યા છે. એમની આપવીતી કહી રહ્યા છે અને પોલીસની સહાય પણ માંગી રહ્યા છે. કેમ કે પગાર વગર હાલમાં એમનું અને પરિવારનું જીવન નિર્વાહ અટકી ગયું છે. કારીગરોને કોન્ટ્રાકટરે પગાર નથી ચૂકવ્યો કેમ કે, શેઠે કોન્ટ્રાક્ટ્ર્ને પગાર નથી આપ્યો એવું જાણવા મળ્યું છે. જો કે કોરોના કાળમાં ભાજપ, કોંગ્રેસ કે આમ દાતાઓએ દરેક પ્રકારની મદદ શ્રમજીવીઓ માટે કરી હતી. તો આવા પગાર ન આપતી કંપનીઓના માલિકો સંચાલકો સાથે બેસીને આ ગરીબ શ્રમજીવીઓના જીવન નિર્વાહના સવાલોનું સમાધાન કરાવી આપે એવી માંગણી કારીગરોની છે. જો કોઈ નેતા કે લેબર અધિકારી પણ આ બાબતની તપાસ કરે તો કેમ પગાર અટકાવ્યો છે જે બાબતે ઘણું ખરું બહાર આવી શકે છે. રોજ ઓડી જેવી કારોમાં ફેકટરીએ આવતા શેઠ લોકો આવા બે માસના પગાર માટે કારીગરોને કેમ તરસાવે છે ? પ્રજાપંખ . . . . . 17-03-2021



Comments