બાતમીના આધારે ભારતીય બનાવટ્ની વિદેશી દારૂનો જથ્થો રીક્ષા સાથે ઝડપી પાડતી સચિન પોલિસ..

સચિન પ્રજાપંખ : સચિન પોલિસ મથકને ઉપરી ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ સૂચનાઓ અન્વયે પ્રોહીબ્રિશેનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે સચિન પોલીસ સબ ઈન્સ્પેકટર એચ. જે. મચ્છર ના સુચનાઓ અને માર્ગદર્શનથી સચિન ખાતે પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન અ. હે. કો. વિક્રમભાઇ ગોવિંદભાઇ અને અ. હે. કો. પ્રવિણભાઇ ભિમાભાઇને મળેલ સંયુક્ત ખાનગી બાતમીના આધારે ભારતીય બનાવટ્ની વિદેશી દારુ ભરેલી થ્રી વ્હીલ રીક્ષા સાથે ઝડપી પાડેલ છે. આરોપીનુ નામ ડોમિનલ પૌલ્સ નવામ નાદરની ઉમર 42 રહે- બિલ્ડિંગ નં. એ/16 રુમ નં. 10 ભેસ્તાન સુરત તથા ફકરુદ્દીન સમરુદ્દીન ખાન ઉમર 40 રહે- તકદીર કોમ્પ્લેક્ષ ફ્લેટ નં. 404 હામિદ નગર સુરતનાઓને ઝડપી પાડેલ છે. જ્યારે એક સુનિલ પટેલ રહે ભેસ્તાનને વોંટેડ જાહેર કરી કિ.રુ. 30,000/-ની બજાજ કમ્પનીની રીક્ષા .નં. GJ-05-V V 3428 જેમાં કુલ્લે નાની બોટલ નંગ 202 કિંમત રુપિયા 25,250/- તથા અંગ ઝડતી લેતા મોબાઇલ નંગ 02 કિમત રુ. 10,000/- મળી કુલ્લે કિ. રૂ. રુ.65,250/- ની મત્તાના મુદ્દામાલ સાથે આ ઉપરોક્ત બન્ને આરોપી વિરુદ્ધ સચિન પોસ્ટે નશાબંધી ની કલમો 1949 તથા ગુ.ન.સુધારા અધિનિયમ 2017ની કલમ 65 (એ) (એ), 98 (2) 81 મુજબ કેસ દર્જ કરીને આગળની કાર્યવાહી કરી છે. આમ આ મળેલ બાતમીના આધારે કુલ્લે કિ. રૂ. રુ. 65,250/- ની મત્તા ના મુદ્દમાલ સાથે ભારતીય બનાવટ્ની 202 નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં સચિન પોલીસ સ્ટેશનની સંપૂર્ણ ટિમ વર્કની મહેનત ફળી છે. આ પ્રશંસનિય કામગીરીમાં સચિન પોલિસ સ્ટેશનનાં પોલિસ સબ ઇન્સપેકટર એક. જે. મચ્છર, પો.સ.ઇ. એસ.આઇ. દેસાઇ, અહેકો હસમુખભાઇ નારણભાઇ, અપોકો વિક્રમભાઇ ગોવિંદભાઇ, અપોકો પ્રવિણભાઇ ભિમાભાઇ, અપોકો અરવિંદભાઇ ઉગાભાઇ અને અપોકો પુંજાભાઇ પરબતભાઇ હતાં.



Comments