પાંડેસરા શિશુ મંદિર શાળામાં યોજાયો પ્રજા સત્તાક દિવસ
Jan 26, 2022
1 min read
સચિન પ્રજા પંખ : જય જગનાથ એજ્યુકેશન ટ્રસ્ટ બમરોલી સુરત સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદીર ઓડિયા માધ્યમ વિધ્યાલય સુરત ખાતે આજે 73 મો પ્રજા સત્તાક દિન મનાવાયો અને બાળકોને પ્રોત્સાહીત ઇનામો આપવામાં આવ્યા હતા. આજના મુખ્ય અતીથિ અને ધ્વજારોહણ તરીકે પ્રવાસી ઓડિસા સમાજ પ્રમુખ પ્રદિપકુમાર સાહુ પધાર્યા હતાં અને ભારતમાતા કી જય તથા તાળીઓના ગડગડાટ વચ્ચે ધ્વજ લહેરાવ્યો હતો. આ સાથે અન્ય મહેમાનોમાં અને મુખ્ય વક્તા તરીકે આધ્યાત્મિક શ્રી સત્ય નારાયણ આચાર્ય શ્રુંખલિત જીવનના મહત્વ સમજાવ્યું હતું. ટ્રસ્ટ પ્રમુખ શ્રી સનાતન સામંતરાયે આજના મુખ્ય ઉદેશ બાબતે સમ્બોધિત કર્યું હતું અને પધારેલ મહેમાનોનો આભાર માન્યો હતો



Comments