top of page

નર્મદા પર નવી કડી: મોટી કોરલથી કૃષ્ણપુરી ભાલોદ સુધી ₹૨૦૭ કરોડનો બ્રિજ મંજૂર – દંડક પૂર્ણેશ મોદીની ભલામણથી પ્રોજેક્ટને ગ્રીન સિગ્નલ....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • 4 days ago
  • 1 min read

પ્રજા પંખ, સુરત :

ગુજરાત સરકાર દ્વારા નર્મદા નદી પર વિકાસના મહત્વપૂર્ણ પગલાં હેઠળ વડોદરા જિલ્લાના મોટી કોરલ ગામથી કૃષ્ણપુરી ભાલોદ સુધી નવા બ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ બ્રિજ માટે રૂ. ૨૦૭ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. વર્ષો જૂની માંગ આશા પૂરી માતાના આશીર્વાદથી આજે પૂર્ણ થતા વિસ્તારમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે.

આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ વિધાનસભા દંડક પૂર્ણેશ મોદી ની ભલામણના આધારે મંજૂર કરવામાં આવ્યો છે, જે વિસ્તારમાં આવનારા સમયમાં પરિવહન અને વિકાસને નવી દિશા આપશે.

આ બ્રિજનું ભૂમિપૂજન તા. ૨૨ માર્ચ ૨૦૨૬, રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. ભૂમિપૂજન વિધિ પરમ પૂજ્ય મુન્નાભાઈના હસ્તે સંપન્ન થઈ હતી.

આ પ્રસંગે કરજણના માનનીય ધારાસભ્ય અક્ષય પટેલ સહિત અન્ય આગેવાનો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. આ બ્રિજ બનવાથી વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડાણમાં સરળતા મળશે તેમજ વેપાર, પરિવહન અને સામાજિક વિકાસને પણ ગતિ મળશે.

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વિકાસશીલ ગુજરાતની દિશામાં આ એક નવી કેડી કંડારાઈ છે. આમ જનતામાં ખુશી અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page