દિવાળી પર્વે ‘સેવા મારુ જીવન’ પરિવાર દ્વારા કપડાં-મિઠાઇ-નાસ્તા વિતરણનું આયોજન .......

સચિન પ્રજાપંખ : પાટનગર ગાંધીનગરનું ‘સેવા મારુ જીવન’ પરિવાર છેલ્લા દસ વર્ષથી દિવાળીના પર્વ નિમિત્તે શહેરમાં સેવા વસ્તીમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોના વરિષ્ઠ વડીલો, માતાઓ તેમજ બાળકો માટે કપડાં વિતરણ, મિઠાઇ વિતરણ અને નાસ્તા વિતરણ જેવા સેવાકિય કાર્યોનું આયોજન કરે છે. આ વર્ષે પણ આગામી તા.૩૧મી ઓક્ટોબરનાં રોજ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના જન્મ દીને સવારથી " સેવા મારું જીવન પરિવાર"ના સ્વયંસેવકો શહેરની સેવા વસ્તીમાં જઇને કપડાં, નાસ્તો અને મિઠાઈનું વિતરણ કરશે. આ સેવાકાર્ય માટે શહેરીજનો તેમના સારી સ્થિતિમાં હોય તેવા જુના કે નવા કપડાં આપવા માંગતા હોય તેમને તા. ૩૦મી ઓક્ટોબર સાાજના ૬ વાગ્યા સુધીમાં ગાંધીનગરના સેક્ટર-૧૬માં વિદ્યા લાયબ્રેરી ખાતે પહોંચાડવા જાહેર અપીલ કરવામાં આવી છે. આ સેવાકિય કાર્યની માહિતિ માટે પ્રદિપસિંહ વાઘેલાના મો.નં.૯૮૨૫૦૧૮૫૭૫ અથવા વિજયસિંહ માજીરાણાના મો.નં.૯૭૩૭૨૪૨૧૦૩ ઉપર
કોલ કરીને સંપર્ક સાધી શકાશે.



Comments