જીલ્લા સુરતમાં ભાજપના ઉમેદવારો બિન હરીફ ચૂંટાઈ આવતા ભાજપે જીતનો સિલસિલો જારી રાખ્યો
સુરત જીલ્લામાં ફરી કમળનું શાસન આવશેની ખુશીમાં સુરત જિલ્લા ભાજપમાં ભારે ખુશીનો માહોલ સર્જાયો છે. . .

પ્રજા પંખ સચિન :ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લાપ્રમુખ સંદીપ દેસાઈના જણાવ્યા મુજબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી. આર. પાટિલ ના માર્ગદર્શનમા સુરત જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021 ની સુરત સુરત જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં અનેક ઉમેદવારોએ પોતાના પક્ષ તરફથી દાવેદારી કરી છે જેમાં ફોર્મ ખેંચવાના આખરી દિવસે આજ રોજ નીચે મુજબના ભાજપના ઉમેદવારો બિન હરીફ ચૂંટાઈ આવતા ભાજપે જીતનો સિલસિલો જારી રાખ્યો છે જણાવ્યુ છે. બિન હરીફ થયેલા ઉમેદવારોના નામોમાં પિંજરત જિલ્લા પંચાયત બેઠક ના મોનાબેન નિમિષભાઇ રાઠોડ, કામરેજ જિલ્લા પંચાયત સુમનબેન દલપતભાઈ રાઠોડ, ઓલપાડ તાલુકામાં અરિયાણા તાલુકા પંચાયતના પ્રિયંકાબેન નિકુંજભાઈ પટેલ, દાંડી તાલુકા પંચાયત ના જયેશભાઇ મહાદેવભાઇ પટેલ, ઓલપાડ-01 તાલુકા પંચાયતના જ્યોત્સનાબેન કૌશિકભાઈ પટેલ, પિંજરત તાલુકા પંચાયત ના નીમીશાબેન રજનીકાંતભાઈ પટેલ, કદરામાં તાલુકા પંચાયતના જયશ્રીબેન ગોવિંદભાઇ વસાવા તથા ચોર્યાસી તાલુકામાં કવાસ તાલુકા પંચાયત આસ્તિકભાઈ બાબુભાઇ પટેલ, હજીરા તાલુકા પંચાયતના સતિષભાઇ ભગુભાઈ પટેલ અને બારડોલી તાલુકા પંચાયતમાં ખોજ તાલુકા પંચાયતના વૈશાલીબેન જિગ્નેશભાઈ પટેલ બિનહરીફ વિજેતા થતાં સુરત જીલ્લામાં ફરી કમળનું શાસન આવશેનીખુશીમાં સુરત જિલ્લા ભાજપમાં ભારે ખુશીનો માહોલ સર્જાયો છે. . .



Comments