જિમ્નાસ્ટિકમાં રાજ્ય કક્ષાએ ધામેલિયા ઈશિતા 1 સિલ્વર મેડલ અને વિશાખાએ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ

આગામી ડિસેમ્બરમાં દિલ્હી ખાતે નેશનલ જિમ્નાસ્ટિક કોમ્પિટિશન યોજાશે, તેમાં ધામેલિયા ઈશિતા અને વિશાખા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.*

વિશાખાએ 2 ગોલ્ડ અને 1સિલ્વર મેડલ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું
સચિન પ્રજાપંખ : ગુજરાત જિમ્નાસ્ટિક એસોસિએશન દ્વારા તા.24-10-2021ના રોજ છોટુભાઈ પુરાણી વ્યાયામશાળા રાજપીપળા ખાતે રાજ્ય કક્ષાની જિમ્નાસ્ટિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સિનિયર વિભાગમાં એસ્પાયર પબ્લિક સ્કૂલ – મોટાવરાછા, સુરત ખાતે ધોરણ -11મા અભ્યાસ કરતી ધામેલિયા ઈશિતા રાજેશકુમારે બેલેન્સિગ બીમમાં સિલ્વર મેડલ મેળવ્યો.
એસ.વાય. બી.એસસી.માં અભ્યાસ કરતી વિશાખા રાજેશકુમાર ધામેલિયાએ ફ્લોર એક્સરસાઇઝમાં ગોલ્ડ, વોલ્ટિંગ ટેબલમાં સિલ્વર સાથે ઓલ રાઉન્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ એમ કુલ ત્રણ મેડલ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે.



Comments