ચૌર્યાસી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલનાં હસ્તે....સચિનને આજથી મળશે મીઠું પાણી
સચિન પ્રજાપંખ : આજ રોજ સાંજે ૪:૦૦ કલાકે સચીન ખાતે આવેલ સમ માંથી પીવાના મીઠા પાણી વિતરણ ચૌર્યાસી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલનાં હસ્તે કરવામાં આવ્યું, આ તબક્કે સચિન વાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે. આ કાર્યક્રમમાં પિયુશા બેન પટેલ સદસ્ય બાંધકામ સમિતિ અને રીનાદેવી રાજપૂત સદસ્ય પાણી સમિતિ, કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ સંગઠનના હોદ્દેદારશ્રીઓ માજી નગર સેવકો તથા સહુ સક્રિય કાર્યકર્તાઓ સમાજ અગ્રણી, તેમજ ઝોન બી નાં મહાનગર પાલિકાના અધિકારી ગણ ડે. કમિશ્નર હર્ષદ કુમાર કીનખાબવાલા, એડી.સિટી.એન્જિનિયર દિનેશ જરીવાલા તથા અન્ય અધિકારી ઉપસ્થિતિ રહ્યા હતાં આ સમ માંથી સાઉથઝોન-બી (કનકપુર) માં સમાવિષ્ટ સચિન ગામમાં કોમ્યુનીટી હોલ પાસે આવેલ અંડરગ્રાઉન્ડ ટાંકી મારફત આશરે ૫ લાખ લીટર મીઠું પાણી આપવામાં આવનાર છે. જે હાલમાં જલારામ નગર, મુકિત નગર, કાંદા વાલાની ચાલ, ગળી મોહલ્લો,
કોલીવાડ અને પટેલ ફળિયાને મિંઠું પાણી મળી રહેશે.



Comments