ચેમ્બર દ્વારા જાન્યુઆરી 2022 SITEX એક્ઝિબિશન ના પ્રમોશન માટે મોટા પાયે થઈ મિટિંગ..
સચિન પ્રજાપંખ : ચેમ્બર દ્વારા જાન્યુઆરી 2022 SITEX એક્ઝિબિશન ના પ્રમોશન માટે મુંબઈ સ્થિત ઇન્ટરનેશનલ કંપની ITEMA ના જનરલ મેનેજર સમીર કુલકર્ણી અને STAUBLI કંપની ના મેનેજિંગ ડિરેક્ટર સુરજીત મહાજન સાથે રૂબરૂમાં મુંબઈ ખાતે મીટીંગ કરી. જેમાં તેઓને ચેમ્બર દ્વારા SITEX એક્ઝિબિશન માં ભાગ લેવાથી શું ફાયદા તેઓની કંપનીને થશે તે અંગે જાણકારી આપી હતી. કંપનીએ પણ જણાવ્યું કે, પહેલા તેઓને વર્ષ દરમિયાન સરેરાશ 300 મશીનના ઓર્ડર મળતા હતા પરંતુ હાલમાં સુરત શહેરનો જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગ Upgrade તરફ વધી રહ્યો છે તેના કારણે હાલમાં તેઓને વર્ષમાં સરેરાશ 500 મશીનના ઓર્ડર મળ્યા છે અને સુરત એક એવું શહેર છે જ્યાં નવું creation રેપીયર જેકાર્ડ તથા ડોબી ઉપર તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે અમો સુરત શહેરમાં ચેમ્બર દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં ભાગ લેવા તત્પર છીએ જણાવ્યું,
વધુમાં ચેમ્બરના પ્રમુખ શ્રી આશિષ ગુજરાતી એ જણાવ્યું કે, એક્ઝિબિશનમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભાગ લેવાથી સુરત શહેર બ્રાન્ડ સાબિત થશે તેમજ સ્થાનિક વીવર્સ પણ નવી ટેકનોલોજીના મશીનરી જોવા માટે ઉત્સાહી તેમજ ઓર્ડર આપવાના મૂડમાં દેખાઈ રહ્યા છે તથા બાંગ્લાદેશ જેવો દેશ જે ટેકસટાઇલ માં સુરત શહેરને ફોલો કરે છે ત્યાંથી પણ વેપારીઓ આવવાની તૈયારી કરી રહ્યા છે. મુંબઈ ખાતેની મિટિંગમાં ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતી ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા Sitex એક્ઝિબિશન કો-ચેરમેન મયુર ગોળવાલા તથા ગ્રુપ ચેરમેન અમીષ શાહ મુંબઈ પોહંચ્યા હતા એવું મયુર ગોળ વાળાએ પ્રજપંખને જણાવ્યું હતું



Comments