ચૂંટણી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે, સચિન પોલીસ મક્કમ
- Praja Pankh
- Feb 18, 2021
- 2 min read
સતત બીજા દિવસે પણ ચૂંટણી સમયે સચિન પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

18-02-2021 પ્રજાપંખ સચિન : સચિન પોલીસ મથકને ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ સૂચનાઓ અન્વયે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રોહીબ્રિશેનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે સચિન પોલીસ ઈન્સ્પેકટર એન.એ. દેસાઇના માર્ગદર્શનથી સર્વેલન્સ સ્ટાફના પી એસ આઈ એ. એન. જાની સાથે સ્ટાફ ગત રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પી. એસ. આઈ. એ. એન. જાની અને અ.હે.કો. હસમુખભાઇ નારણભાઇ ને મળેલ સંયુક્ત ખાનગી બાતમીના આધારે હજીરા, સચિન પલસાણા હાઇવે રોડ, અનમોલ નગર રાધે બોડી ફેક્ટરીની પાછળ, આવેલ દુકાન નંબર 02, ની અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ટની નાની અને મોટી કુલ્લે નંગ 152 કીંમત રૂ. 37280/- ની તથા મોબાઈલ નંગ -01 કીંમત રૂ. 8000/- મળી કુલ્લે રૂ. 45,280/- ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી અમરજીત રાજેન્દ્ર્ભઇ યાદવ રહે વૃંદાવન સોસાયટી દૂરદર્શન સામે સચિન સુરત ને ઝડપી પાડી વિદેશી દારૂનો જથ્થો આપી જનાર શનિ બોરિવાલને વોંટેડ જાહેર કરી તેઓ બંને વિરુદ્ધ સચિન પોસ્ટે સી પાર્ટ થી નશાબંધી ની કલમો લગાવી કેસ દર્જ કરીને આગળની કાર્યવાહી કરી છે. જેમાં ધી ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયયમ 2019 ની કલમ 65 (એ)(ઇ), 98(2)81 મુજબ કલમો લગાવી ગુન્હો દાખલ કર્યો છે. આ ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની અને મોટી કુલ્લે નંગ 152 કીંમત રૂ. 37280/- ની તથા મોબાઈલ નંગ -01 કીંમત રૂ. 8000/- મળી કુલલે રૂ.45,280/-ની મત્તાના મુદ્દામાલ બાતમીના આધારે ઝડપવામાં સચિન પોલીસ સ્ટેશનની સંપૂર્ણ ટિમ વર્કની મહેનત ફળી છે. આ પ્રશંસનીય કામગીરીની ટિમ વર્કમાં પોતે સચિન પોલીસ ઈન્સ્પેકટર એન. એ. દેસાઇ, પો.સ.ઇ. એ. એન. જાની, એચ સી. હસમુખભાઇ નારણભાઇ, પીસી - અરવિંદભાઇ ઉગાભાઈ, પીસી - પ્રવીણભાઈ ભીમાભાઇ અને પી સી – મુકેશભાઇ શિવાજીભાઇએ એક ટિમ વર્કમાં કામ કરી પ્રશંસનીય કામગીરી બજાવી છે.
Comments