ગાંધીનગર સેક્ટર-૧૬ ને ખેલ મહાકુંભ-11ની તાલુકાની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન પ્રાપ્ત કરવા બદલ....
ગાંધીનગર સેક્ટર-૧૬ ને ખેલ મહાકુંભ-11ની તાલુકાની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન પ્રાપ્ત કરવા બદલ શાળાને ₹15,000નો ચેક અર્પણ કરાયો

સચિન પ્રજાપંખ : ગુજરાત સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક
પ્રવૃતિઓ વિભાગ દ્વારા ચૌધરી કોલેજ સેક્ટર-૭ ગાંધીનગર ખાતે 36 નેશનલ ગેમ્સ માટે યુવાનો વિદ્યાર્થીઓમાં રમતને વધુ પ્રોત્સાહન મળે તેમજ અન્ય નાગરિકો પણ તેમાં સહભાગી થાય તે હેતુથી નેશનલ ગેમ્સની થીમ Celebrating Unity through Sports આધારિત ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે સરકારી પ્રાથમિક શાળા, સેક્ટર-૧૬ ને ખેલ મહાકુંભ-11ની તાલુકાની શ્રેષ્ઠ શાળાઓમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ શાળાને ₹15000નો ચેક આદરણીય શ્રી હરિભાઈ ચૌધરી; આદરણીય શ્રી શભુજી ઠાકોર , આદરણીય મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ,ડેપ્યુટી કમિશનરશ્રી તથા કોર્પોરેટર શ્રી ગૌરાંગભાઈ વ્યાસના હસ્તે એનાયત કરવામાં આવ્યો.ખેલ મહાકુંભ ક્ષેત્રે શાળાના વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા માટે વિધાર્થીઓ તથા શાળા પરિવારને મહાનુભાવો અભિનંદન પાઠવ્યા હતા.શાળાના આચાર્ય શ્રી અરુણભાઈ પટેલે શાળાને ₹ ૧૫૦૦૦ નો ચેક અર્પણ કરવા બદલ ગુજરાત સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનો શાળા પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.



Comments