ગુજરાતના નવા નાથ સી.એમ.બન્યા ભુપેન્દ્રભાઇ રજનીકાંત પટેલ
- Praja Pankh
- Sep 12, 2021
- 2 min read


સચિન પ્રજા પંખ દ્વારા : ગુજરાતનાં ગાદીએ વિજયભાઈ રૂપાણી નાં અનુગામી તરીકે બિરાજમાન ભૂપેન્દ્રભાઇ રજનીકાંત પટેલ એક સોમ્ય અને શાંત સ્વભાવ, ઓછું બોલવું અને પૂર્ણ સેવાકીય વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ વર્ષ ૧૯૮૦ માં લાયન્સ કલબ સાથે જોડાયા, વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી મેમનગર કોર્પોરેશન માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા તે ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રહી ચૂક્યા છે, ઉપરાંત ઔડામાં ચેરમેન પદ શોભાવ્યું છે. પૂર્વ સી.એમ. આનંદીબેન પટેલ સાથે ભારત સરકારના ગૃહ મંત્રી અમીતભાઇ શાહ ના વફાદાર મનાય છે, તેઓ વષૅ ૨૦૧૭ માં ધારાસભ્ય મતવિસ્તાર ધાટલોડીયામાંથી પ્રથમ વખત ચૂંટણી લડી પ્રથમ વખત જ મુખ્યમંત્રી બન્યા, ચુંટણીમાં હાઇએસ્ટ મતો એક લાખ સત્તર હજારની જંગી લીડથી જીતનાર આ સહુના પ્રિય
ભૂપેન્દ્રભાઇ પટેલ, કળવા પટેલ છે. ગુજરાતમાં ભૂપી પટેલ અને મતદારો માં "દાદા"ના હુલામણા નામે તેઓ ઓળખાય છે, તેમની માનવ સેવા પ્રવૃતિ માટે ખુબ જાણીતા છે અને લોકપ્રિય વ્યક્તિત્વ ધરાવે છે. તેઓએ કોરોનાકાળ અને લોકડાઉન દરમ્યાન અમદાવાદનાં અનેક વિસ્તારમાં ઘેર ઘેર ફરીને લોકોના હાલ ચાલ પુછી પીડીત લોકોને તમામ પ્રકારની મદદ કરી મદદગાર બન્યા હતા. તેઓ વહીવટી કુનેહ ધરાવતાં ભૂપી પટેલ ડીપ્લોમા સીવીલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે અને વ્યવસાયે બિલ્ડર્સ છે હસમુખા શાંત સરળ અને મળતાવડા સ્વભાવ ધરાવે છે. વધુમાં જાણીએ તો તેઓની જન્મ તારીખ 5 Jul ૧૯૬૨ છે. તેઓની પ્રવૃત્તિ વિશે જાણીએ તો ટ્રસ્ટી છે (૧) સરદાર ધામ, (૨) વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, તથા ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, મેમનગર નગરપાલિકા, ૧૯૯૫-૯૬, પ્રમુખ, મેમનગર નગર પાલિકા, ૧૯૯૯-૨૦૦૦, ૨૦૦૪-૦૬, વાઈસ ચેરમેન, સ્કુલ બોર્ડ, અમદાવાદ, ૨૦૦૮-૧૦, કાઉન્સિલર, થલતેજ વૉર્ડ અને ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૨૦૧૦-૧૫ ચેરમેન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA), ૨૦૧૫ ૧૭ રહ્યાં, આ ઉપરાંત તેઓનો શોખ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવી, રમત-ગમત, ક્રિકેટ, બેડમિન્ટનમાં રસ તથા તેઓ અમેરિકા, યુરોપ, સિંગાપોર, દુબઇ, ઑસ્ટ્રેલિયા નો પ્રવાસ કરી ચૂક્યા છે.



Comments