કપ્લેથા નેત્ર કેમ્પમાં પધારેલ બાળકોને સ્વરક્ષણ ની માહિતી અપાઈ....
સચિન પ્રજા પંખ : ચોર્યાસી તાલુકાના કપ્લેથા ખાતે આર સી સી દ્વારા નેત્ર કેમ્પ યોજાયો હતો જેમાં આંખ તપાસણી બાદ સચિન પોલીસની સી ટીમ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત પધારેલ બાળકોને સેલ્ફ ડિફેન્સ અને ગુડ ટચ બેડ ટચ ની માહિતી આપી હતી, સચિન સી ટીમ દ્વારા ઉપરોક્ત સ્વરક્ષણની માહિતી
કપ્લેથા મદ્રેસા કેમ્પમાં જ આપવામાં આવી હતી.
આ તાલીમ ટાઇપના કાર્યક્રમમાં હોજીવાલા પોલીસ ચોકી મથકના પીએસઆઈ એસ.સી.સંગાડા દ્વારા પોલીસને લગતી માહિતી પણ વિગતવાર સમજાવી હતી અને વધુમાં ‘સી ટીમ’ ની માહિતી આપતા જણાવ્યું કે, કન્યાઓનો બાહ્ય ગેરલાભ ઉઠાવતા તત્વો સામે કઈ રીતે એલર્ટ રહી પોતાનું સ્વરક્ષણ કરી શકાય. તેમજ મહિલા અને યુવતીઓની છેડતી અટકાવવા અને સાથે જ તેઓને સુરક્ષા આપવા પોલીસ હંમેશા સતર્ક રહે છે જે બાબતે સચિન પોલીસ મથક ખાતે "સી ટીમ" કામગીરી કરી રહી છે. આ કાર્યક્રમમાં હોમ ગાર્ડ પ્રકાશ મોર્યા અને અન્ય સી ટીમ ની મહિલા પોલીસે વધુ માહિતી આપી હતી અને કહ્યું હતું કે, સચિન પોલીસ પ્રજા માટે ૨૪ કલાક એલર્ટ હોવા છતાં આપણે પોતે પણ પોતાની રક્ષા કઈ રીતે કરી શકીએ અને સમાજને મદદરૂપ થઈ શકાય તે બાબતે લાજપોર હળપતિ શાળાના બાળકોને માહિતગાર કર્યા હતાં....



Comments