કનકપુર હિન્દી પ્રા.શા.ની મુલાકાત લેતા બીજી શાળાના વિદ્યાર્થીઓ....
સચિન પ્રજા પંખ : કનકપુર હિન્દી પ્રાથમિક શાળામાં સરકાર શ્રી દ્વારા લર્નિંગ બાય ડુઈંગ સાયન્સ લેબોલેટરી મળેલ છે તે જોવા માટે તેમજ સાયન્સ ને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે સચિન વિભાગની આજુબાજુની શાળાના બાળકોને આમંત્રણ આપવાનું થયું જેમાં લાજપોર કેન્દ્ર શાળા, તલંગપુર પ્રાથમિક શાળા અને કનકપુર ઉડિયા પ્રાથમિક શાળાના બાળકો ઉત્સાહથી પધાર્યા હતાં, અને શાળામાં આવી સાયન્સના વિવિધ સાધનો સાથે અને જ્ઞાન સાથે ગમ્મત જેવી વિવિધ પ્રવૃત્તિઓ જેમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, science quiz તેમજ પ્રોજેક્ટ- મોડેલ નિર્માણ માં ભાગ લઇ બાળકોમાં આનંદની લાગણી એમના ચેહરા પર દૃશ્યમાન થતી જોવાતી હતી. આખરે જે જે બાળકોએ
વિજેતા ક્રમ પ્રાપ્ત કરેલ હતો તે બધા જ બાળકોને શાળા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં, અને તેમના પ્રતિભાવોમાં એમણે જણાવ્યું હતું કે, મુક્ત વાતાવરણ માં ભણવાની તથા મનપસંદ સાધનો દ્વારા કામ કરવાની, શીખવાની અને એની કલા જાણવાની મજા કંઇ ઓર મળે છે.



Comments