top of page

કનકપુર ખાતે મચ્છરજન્ય રોગ વિશે સમજૂતી આપતા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Aug 25, 2021
  • 1 min read

સચિન : સુરત મહાનગર પાલિકા, ઉધના ઝોન વિભાગ -બી, વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા વોર્ડ ૩૦ ના સગર્ભામાતાઓને મચ્છરદાની વિતરણ કાર્યક્રમ નું આયોજન તા: ૨૫/૦૮/૨૦૨૧ ના રોજ કનકપુર કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવેલ હતું, જેમાં અતિથિ વિશેષ મુખ્ય મહેમાન તરીકે કોર્પોરેટર હસમુખભાઈ નાયકા કાયદા સમિતિ ચેરમેન અને કોર્પોરેટર શ્રીમતી રીનાબેન પાણી સમિતિ સભ્ય હાજર રહ્યા હતા. આ ઉપરાંત સાઉથ ઝોન- બી ના આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર રાકેશભાઈ પંચાલ અને ડૉ.વિશાલભાઈ, ડૉ અર્પિત દૂધવાલા,ડૉ દિનેશ પટેલ,વેકસીન નિરીક્ષણ ડૉ હરની તથા સેનેટરી ઇન્સ્પેટર પ્રતીક ચૌહાણ તથા સિસ્ટર મારીયા શેખ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમ ની સાથે-સાથે મચ્છરજન્ય રોગ વિશે સમજૂતી આપતા સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પધારેલ બહેનોને મચ્છરો ના પ્રકાર અને રોગ થી બચવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા હતા

આ કાર્યક્રમનું સંચાલન સાઉથ ઝોન વિભાગ-બીના વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગના આરોગ્ય નિરીક્ષક સંદીપભાઈ ભરુચા ના માર્ગદર્શન હેઠળ દ્વારા પાર પાડવામાં આવ્યું.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page