કનકપુર ખાતે ઓડીયા વેલ્ફેર એસોસિએશન દ્વારા 73 મો પ્રજાસત્તાક દિવસ મનાવાયો
Jan 26, 2022
1 min read
સચિન પ્રજા પંખ : ઓડીયા વેલ્ફેર એસોસિએશન દ્વારા આજે સુભાષ ચંદ્ર બોઝ્ની પ્રતિમા પાસે 73 મો પ્રજા સત્તાક દિન મનાવાયો, આજે ઓડીયા એસોશિયેશનના પ્રમુખ પ્રદિપ શાહુ, ભગિરથ બેહરા, ગોપી અને સ્થાનિક ભાઇ બહેનો અને અનેક અગ્રણીઓ તથા સિનિયર સિટિઝન વેલ્ફેર ના પધાધિકારીઓ અને સદસ્યોની વિશેષ ઉપસ્થિતી રહી હતી. પધારેલ મહેમાનોએ અને ગ્રામજાનો તથા અગ્રણીઓએ ભારત દેશને મળેલ આઝાદી નિમિત્તે અને બંધારણ નિમિત્તે તથા ટ્રાફીક અને કાયદાઓનુ તથા આજના વર્તમાન કોરોનાના નિયમોનું પાલન કરવુ જે માટે ધ્વજ રોહ્ક ઓડીયા એસોશિયેશનના પ્રમુખ પ્રદિપ શાહુ, ભગિરથ બેહરા, સિનિયર સિટિઝનના ડાયરેકટર પ્રકાશ ભાવસાર અને હસમુખભાઇ નાયકે વિશેષ ભાર મુક્યો હતો.



Comments