ઓલપાડ તાલુકાનાં રન એન્ડ રાઈડર ગૃપનાં ધર્મેશ પટેલે પારનેરા ડુંગર સર કરી વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરી

સચીન : રોજીંદા જીવનમાં સાયકલનાં ઉપયોગને લોકપ્રિય બનાવવાનાં ઉદ્દેશ્યથી 3 જૂનનાં દિવસે વિશ્વ સાયકલ દિવસ ઉજવાય છે. લોકો શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણ અને અર્થવ્યવસ્થામાં સાઈકલની મહત્તા વિશે જાણે એવા મૂળભૂત હેતુસર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 3 જૂનનાં આ દિવસને વિશ્વ સાયકલ દિવસનાં રૂપમાં ઉજવવાની જાહેરાત કરી હતી.
આજરોજ વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ઓલપાડ તાલુકાનાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મૂળ ભાંડુત ગામનાં વતની ધર્મેશ પટેલે ઓલપાડથી આશરે 136 કિમી જેટલું અંતર કાપી વલસાડ જિલ્લાનાં પારનેરા ડુંગરને સર કરી યુવાપેઢીમાં નવજાગૃતિ લાવવાનો એક સંન્નિઠ પ્રયાસ હાથ ધર્યો હતો. આ પ્રસંગે ગૃપનાં લીડર અને ગૃપનું સુકાન સંભાળતા અશ્વિન ટંડેલે જણાવ્યું હતું કે આજરોજ ગૃપનાં સભ્યોએ પોતપોતાની રીતે સાયકલિંગ કરીને સમાજને પર્યાવરણ બચાવવાનો જે સંદેશો આપ્યો છે જે ખૂબજ સરાહનીય બાબત છે.
રન એન્ડ રાઈડર ગૃપનાં બેનર હેઠળ વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિ કરતાં ધર્મેશ પટેલનાં આ સાહસને ઓલપાડનાં શિક્ષણ આલમે બિરદાવી અભિનંદન પાઠવ્યાં હતાં.



Comments