ઇ.પી.કો. કલમ ૩૦૭ ના ગુન્હાનાં આરોપીના જામીન રદ કરાવી ફરી જેલ ભેગો કરતી સચિન પોલિસ

સચિન પ્રજાપંખ :- સચિન પોલિસ સ્ટેશન વિસ્તારમાં ૩૦૭ કલમનો એક કેદી જામીનપર બહાર આવ્યો હતો જેને સચિન પોલિસે ફરીથી જેલના હવાલે કર્યો છે. પ્રાપ્ત મહિતી મુજબ મે.પોલિસ કમિશ્નર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા હુકમો કરેલ તે રીતે સચિન પોલિસ સ્ટેશન “”એ, પાર્ટ ના 2021 ઇપીકો કલમ 307, 114, તથા જી.પી.એક્ટ કલમ-135 (1) મુજબનાં ગુન્હાના આરોપીએ નામદાર કોર્ટના જામીન શરતોનું ભંગ કરેલ હોય જે બાબતે નામદાર કોર્ટમાં ધારદાર રજુઆત કરી આરોપીના જામીન રદ કરાવી આરોપીનું ઘરપકડ વોરન્ટ મેળવી આરોપીને શોધી કાઢવા ખાસ સુચના અને માર્ગદર્શનના આધારે સચિન પોલિસ ઇન્સ્પેકટર એન.એ. દેસાઇ નાઓની સુચના અને માર્ગદર્શનમાં સચીન ખાતે પેટ્રોલિંગમા હતાં તે દરમિયાન એ.એસ.આઇ.મુકેશભાઇ દેવીદાસ તથા અ.પો.કો. રામભાઇવાસાભાઇ ને મળેલ સંયુક્ત બાતમીના આધારે આરોપીની ચીલ ઝડપથી ઝડપી પાડી સચિન પોલિસે પ્રશંસનિય કામગીરી કરી છે. આ આરોપીનામે અનિલ ઉર્ફે અનિલ કોમડી સકપાલ રહે સ્લમ બોર્ડ સચિન જે ૮ કેસોમા ગુન્હેગારી ઇતિહાસ ધરાવે છે. તેવા ગુન્હેગાર ઇતિહાસ ધરાવતા આરોપીને સચિન પોલિસ ઇન્સ્પેકટર એન.એ.દેસાઇ, પોલિસ સબ ઇન્સ્પેકટર એ.એન.જાની, એ.એસ.આઇ.મુકેશભાઇ દેવીદાસ અને અ.પો.કો. રામભાઇ વાસાભાઇ એ મળેલ સંયુક્ત બાતમીના આધારે પેટ્રોલિંગ ગોઠવી આરોપીની ચીલ ઝડપથી ઝડપી પાડી એ ઇ.પી.કો. કલમ ૩૦૭ ના ગુન્હાનાં આરોપીના જામીન રદ કરાવી ફરી જેલના હવાલે કરી સચિન પોલિસે પ્રશંસનિય કામગીરી કરી છે.



Comments