MLA સંદીપ દેસાઈના જન્મદિને: કનકપુર કોમ્યુનિટી ખાતે ભવ્ય ત્રિવિધ સેવાકીય કાર્યક્રમ યોજાયો, શહેર પ્રમુખ પરેશ પટેલની વિશિષ્ટ ઉપસ્થિતિ....
- Praja Pankh
- May 24
- 2 min read

સચિન પ્રજાપંખ: લોકપ્રિય ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્યશ્રી સંદીપ દેસાઈના ૫૩મા જન્મદિનની અનોખી ઉજવણીના અવસરે, લાઈટ એન્ડ ફાયર ચેરમેન શ્રી ચિરાગસિંહ સોલંકી તથા વોર્ડ ૩૦ના યુવા પ્રમુખ શ્રી તેજસ આહિરના સંયુક્ત ઉપક્રમે કનકપુર કોમ્યુનિટી ખાતે વિશાળ ત્રિવિધ સેવાકીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
વિશાળ જનમેદની સાથે યોજાયેલ કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્યશ્રી સંદીપ દેસાઈ અને તેમની ધર્મપત્નીજીએ શહેર સંગઠન પ્રમુખ શ્રી પરેશ પટેલ સાથે દીપ પ્રાગટ્ય કરીને કર્યો.
કાર્યક્રમમાં પ્રમુખ ઉપસ્થિતિમાં
મુખ્ય મહેમાન તરીકે શહેર સંગઠનના પ્રમુખ શ્રી પરેશ પટેલ, ભાજપના મંત્રીશ્રી ભીખુભાઈ પટેલ, પૂર્વ કાયદા સમિતિ ચેરમેન શ્રી હસમુખ નાયકા, નગરસેવિકા શ્રીમતી પીયુષાબેન પટેલ, શ્રીમતી રીનાદેવી રાજપૂત, મહામંત્રી શ્રી મનોજસિંહ સોલંકી, શ્રી મુકેશ પટેલ, પદાધિકારીઓ
તથા શહેરના અગ્રણીઓ, વરિષ્ઠ નાગરિકો, એન્ જી ઓ, સચિન વેપારી મંડળ, ઉપસ્થિત રહ્યા.
ત્રિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં
આજે સેવા સેતુ કાર્યક્રમ દ્વારા ૯૦૯ લાભાર્થીઓએ વિવિધ સરકારી યોજનાઓનો સ્થળ પર લાભ મેળવ્યો. અનેકો રક્તદાન કરવા આવ્યા જેમાંથી કુલ ૧૬૮ યુનિટ રક્ત એકત્રિત કરી ૧૬૮ વિધાન સભાનું નામ રોશન કરવામાં આવ્યું, સર્વ રોગ નિદાન કેમ્પમાં ૩૫૭ થી વધુ લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો.
વિશેષ સંકલ્પ અને યોગદાનમાં
એસ.એમ.સી.ના અધિકારીઓ દ્વારા “પ્લાસ્ટિક મુક્ત સમાજ” માટે શપથ લેવડાવવામાં આવી. ઉપરાંત સુરત પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ માટેના કુંડાઓ અર્પણ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવાયો.
સેવા સાથે સમર્પિત જન્મદીનમાં
શ્રી સંદીપ દેસાઈએ જન્મદિન નિમિત્તે નવિન સેવાકીય કાર્ય તરીકે નવી સિવિલ હોસ્પિટલના ધાત્રી-સગર્ભા માતાઓને ૧૫૫ કિલો ગોળ-ખજૂર, ૫ દિવ્યાંગોને વ્હીલચેર અને વોકર, નવજાત બાળકોને રમકડા, ૧૫૫ ધાત્રી માતાઓને સાડીઓની ભેટ તથા
વિવિધ વોર્ડના ૮૦૦થી વધુ દર્દીઓને ફ્રુટ કીટ વિતરણ સાથે
આંખ વિભાગને રૂ. ૧૦ લાખના ખર્ચે “Operating Microscope with TV Unit and Camera” મશીન અર્પણ કર્યું.
તેમણે કહ્યું, “મારું જીવન જનસેવા માટે સમર્પિત છે. એવી સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી લોકોની સાથે મારી કડી વધુ મજબૂત બને છે. આ કાર્યક્રમો મારે માટે સૌથી સુંદર ભેટ છે.”
શ્રી પરેશ પટેલનું પ્રશંસાપૂર્વક વક્તવ્ય થયું જેમાં કહ્યું “શ્રી સંદીપ દેસાઈએ પોતાના કાર્યકુશળતા અને લોકસેવા માટેની નિષ્ઠાથી આજે ચોર્યાસી વિધાનસભાને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજના માટે તેમણે અભૂતપૂર્વ ગ્રાન્ટ લાવી છે.”
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ચિરાગસિંહ સોલંકી તેજસ આહિર સહુ નગર સેવક અને સંગઠન મિત્રોએ કાર્યપદ્ધતિથી આયોજન કરી તમામ વિભાગોને યોગ્ય દિશાનિર્દેશ આપતા હતાં.
ચેરમેન ચિરાગસિંહ સોલંકી દ્વારા તમામ કામગીરીની નિકટથી અંત સુધી દેખરેખ રાખવામાં આવી હતી અને ખાતરી કરવામાં આવી કે કોઈપણ નાગરિક સરકારી સેવાઓથી વંચિત ન રહે. સમગ્ર સ્થળે સુરક્ષા અને વ્યવસ્થાપન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સર્કલ ઓફિસર ડાભી તેમજ નોટરી શીલા પટેલ, સાથે એડવોકેટ ભરતભાઈ અને રક્તદાન, સર્વ રોગ નિદાન અને સેવાસેતુના કર્મચારીઓનો પણ સમગ્ર સહકાર મદદગાર રહ્યો. આમ ચોર્યાસીના લોકપ્રિય અને કર્મઠ ધારાસભ્યશ્રી સંદીપ દેસાઈએ પરિવાર સાથે પોતાના ૫૩મા જન્મદિવસની સેવાસભર ઉજવણીની શુભશરૂઆત ભગવાનની પૂજા-અર્ચનાથી કર્યા બાદ સીધા જ દરિદ્રનારાયણની સેવામાં જોતરાઈ ગયા હતા.
Commenti