સુરેશભાઈ એમ. ગામેતી, કનિયાન અધિક્ષક, સેવા નિવૃત્ત થયા.કમિશનર, શાળાઓની કચેરી, ગાંધીનગર તા. 30 એપ્રિલ, 2025 ના રોજ વયનિવૃત્ત થયા...
- Praja Pankh
- May 3
- 1 min read

પ્રજા પંખ ગાંધીનગર :
શિક્ષણ વિભાગના વહીવટી ક્ષેત્રે નોંધપાત્ર સેવા આપ્યા બાદ શ્રી સુરેશભાઈ એમ. ગામેતી, કનિયાન અધિક્ષક, કમિશનર, શાળાઓની કચેરી, ગાંધીનગર તા. 30 એપ્રિલ, 2025 ના રોજ વયનિવૃત્ત થયા છે.
તેઓના નિવૃત્તિ અવસરે શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનર મંડળ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ શ્રી આઈ.કે. પટેલ, મહામંત્રી શ્રી જી.કે. પરમાર, સહમંત્રી શ્રી ચતુરભાઈ રાઠોડ તેમજ કારોબારી સમિતિના સભ્ય શ્રી જયેન્દ્રભાઈ વ્યાસ દ્વારા શ્રી સુરેશભાઈ ગામેતીને મંડળ વતી શુભકામનાઓ પાઠવી હતી.શ્રી સુરેશભાઈ ગામેતી નિવૃત્તિના દિવસે જ સભ્ય ફી ભરીને મંડળના સભ્ય બન્યા હતા અને આ તબક્કે તેઓએ મંડળને ₹ ૫૧૦૧/- ડોનેશન આપેલ.આ માટે મંડળના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ અવસરે કમિશનર, શાળાઓની કચેરી, ગાંધીનગરની માધ્યમિક શાખાના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહી આ ઉત્કૃષ્ટ ક્ષણના સાક્ષી બન્યા હતા અને નિરામય દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.