top of page

મુખ્ય મંત્રી મોકડા મને

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 27, 2020
  • 1 min read

સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં સુશાસન દિવસ ની ઉજવણી થશેઃ



સુરતઃગુરૂવાર પ્રજા પંખ - ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ.અટલબિહારી વાજપેયીજીના

જન્મદિવસ નિમિત્તે તા.રપમી ડિસેમ્બર-૨૦૨૦ ગુડ ગર્વનન્સ ડે(સુશાસન દિવસ) અન્વયે સુરત

જિલ્લાના નવ તાલુકાઓ ખાતે આયોજિત કિસાન કલ્યાણ કાર્યક્રમોમાંમંત્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, સદસ્યો  ધરતીપુત્રોને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભ-સહાય આપી માર્ગદર્શન આપશે.



  • સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં સુશાસન દિવસ ની ઉજવણી થશેઃ


મુખ્ય મંત્રી મોકડા મને

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યની કિસાન શક્તિનું માર્ગદર્શન કરશે.

                સુરત જિલ્લાના કામરેજ મહેસુલ અને જિલ્લા પ્રભારીમંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ

કામરેજમાં ઉમામંગલ હોલ ખાતે ઉપસ્થિત રહી ખેડુતોને માર્ગદર્શન આપશે. જયારે બારડોલી

નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, મહુવામાં અસ્મિતા ભવન

ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયા, પલસાણાના ગંગાધરા કોમ્યુનિટી હોલ ખાતે ધારાસભ્ય

શ્રીમતિ સંગીતાબેન પટેલ, માંડવીમાં કૃષિમંગલ હોલ ખાતે ધારાસભ્યશ્રી અરવિંદ

રાણા, ઉમરપાડાની વિનયન કોલેજ ખાતે ધારાસભ્યશ્રી કાંતિ બલર,  ઓલપાડમાં તાલુકા

પંચાયત કચેરી ખાતે ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, ચોર્યાસીમાં સમસ્ત ભેસાણ ગામ

કોળપંચની વાડી ખાતે ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ ઉપસ્થિત રહીને ખેડુતોને

માર્ગદર્શન આપશે.

        આ કાર્યક્રમમાં ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણ’’ના અન્વયે ધરતીપુત્રોના આર્થિક

ઉત્થાનને નવી દિશા આપવા સિમાંત કિસાનો અને ખેત મજુરોને અદ્યતન ઓજારો

વિતરણ, ગાય આધારિત ખેતી તેમજ કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ

સ્ટ્રકચર યોજના હેઠળ ખેડુતોને સહાય એનાયત કરાશે.




 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page