રેલવે મા રાષ્ટ્રીય સ્તરે પીએસી કમિટી ના સભ્ય બનતાં છોટુભાઈ ઇ.પાટીલ નું શાલ અને પુષ્પગુચ્છ થી સન્માન
સચિન : આજે સવારે છોટુભાઇ પાટીલ (PAC) પેસેંજર એમેટીઝ કમિટિ રેલ્વે મેમ્બર સચિન વિભાગ અને સચિન રેલ્વે સ્ટેશનની મુલાકાતે પધાર્યા હતાં અને સ્ટેશન પરની નવી કાર્યરત ભૌતિક સુવિધાઓનું બારિકાઇથી નિરિક્ષણ કર્યુ હતું જરુરી સુચનાઓ પણ આપી હતી, ત્યાર બાદ સચિન જીઆઇડીસી ની મુલાકાતે પણ પધાર્યા હતાં, આ સમયે વોર્ડ નમ્બર ૩૦ ના કાઉંસિલો પણ સાથે હતાં. જી.આઈ.ડી.સી એ ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતુ એક વિકાસ નિગમ છે. તેનું પુરૂ નામ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન છે. જે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ ના નામથી પણ ઓળખાય છે. જેનાં દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઉધોગક્ષેત્ર નક્કી કરવામાં આવ્યુ છે તેમજ ઉધોગને પ્રોત્સાહન અને વિવિધ સુવિધાઓ આપવા માટે કાર્યો કરે છે. સચિન ખાતે પણ 2250 એકમ ધરાવતું જી.આઈ.ડી.સી. છે. જ્યાં આજે ટીપી સમિતિ સદસ્ય ચિરાગસિંહ સોલંકી, જીઆઇડીસી અગ્રણી મહેંદ્રભાઇ દાઢી રામોલિયા, ભાજપ ઉપપ્રમુખ, માજી ડે.સરપંચ (ઉંબર) તથા સાઇ સાગર હોટલના માલિક રાજુભાઇ પટેલ, આધ્યા હોસ્પિટલનાં ડો. સુનિલ દેવરે, ભાજપા ઉપપ્રમુખ જીવનભાઇ ભડીયાદરા, યુવા અગ્રણી કર્મઠ કાર્યકર્તા નીરવ દેસાઇ અને મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં આ સમયે ઉપરોક્ત ચર્ચા કરી રાજુભાઇના ઓફિસની મુલાકાત પણ લીધી હતી તે સમયે છોટૂભાઇ પાટીલનું વોર્ડ નં ૩૦ સંગઠન ઉપ પ્રમુખ શ્રી રાજુભાઇ પટેલ (ઉંબેર) ની ઓફિસે આજ રોજ રેલવે મંત્રાલયમાં રાષ્ટ્રીય સ્તરે પી એ સી કમિટી ના સભ્ય બનતાં છોટુભાઈ ઇ. પાટીલ નું શાલ અને પુષ્પગુચ્છ થી જાહેર સન્માન કરવામાં આવ્યું હતૂં આ પ્રસંગે ઉપરોક્ત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતાં....



Comments