ઉધના ઝોનમાથી જુગારનો મોટો અડ્ડો ઝડપી પાડતી સુરત પીસીબી
- Praja Pankh
- Apr 6, 2021
- 1 min read
પ્રજાપંખ સચિન : ઉધના ઝોનમાથી રૂપિયા 12,11,970 ના મુદ્દામાલ સાથે જુગારનો મોટો અડ્ડો ઝડપી પાડી સુરત શહેર પીસીબી એ પ્રશંસનીય કામગીરી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના ઝોનમાં નવા બંધાતા સાહેબજી શોપર્સ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે 11 જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા. પોલીસ કમિશનર અને અન્ય અધિકરીઓની દારૂ જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિ અટકાવાની મળેલ સૂચના અન્વયે પોલીસ ઈન્સ્પેકટર એસ.જે.ભાટીયા પીસીબી શાખા તથા પીસીબીના પોલીસ સ્ટાફ દ્વારા તા. 05-04-2021ના રોજ પીસીબીના એ.એસ.આઈ. સહદેવભાઇ વરવાભાઇ તેમજ આ.હે.કો.અનિરુદ્ધ ચતુરદાન ગઢવીનાને મળેલ સંયુક્ત બાતમીના આધારે ઉપરોક્ત કોમ્પ્લેક્ષમાં ટિમ બનાવી ફિલ્મી ઢબે રેડ કરી 11 નબીરાઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા જેમાં આરોપી 1, દિપક રમેશચંદ્ર સેવક, કોન્ટ્રાકટર, રહે ગોકુલમ ડેરી સામે, સુરત 2, ઉમેશ દાનાભાઇ દરબાર જમીન દલાલ, રહે મહિધારપૂરા સુરત, 3, પ્રવીણભાઈ દેવચંદભાઈ – જી એસ ટી કન્સલ્ટન્ડ રહે, સગરામપુરા, સુરત, 4, ગોપીભાઈ રઘુનાથ મહાજન, શાકભાજી વેચે, રહે, ચલથાણ બજાર, 5, દિપક નારાયણ પવાર, નોકરી , રહે સંજય નગર લિંબાયત સુરત, 6, હરીશભાઇ પ્રભુભાઈ પટેલ ખેતી કરે, 306, લુહાર સ્ટ્રીટ પાલગામ અડાજણ સુરત , 7, દિનેશભાઇ વલ્લભ દાળિયા, એંબ્રોડરી ધંધો, રહે પુનાગામ સુરત, 8, નિલેષભાઈ વેણીલાલ રાણા જરીકામ, રહે મોટી છીપવાડ, સુરત, 09, નવીનભાઈ છીમ્કાભાઈ પટેલ, ખેતીકામ, 426, વેસુ સુરત. 10, વિજય રાવજીભાઇ વોરા, જમીન દલાલ રહે 701, સાસવાત રેસિ. ઉધના સુરત અને 11, અબ્દુલ રસીદ ઇબ્રાહિમ શેખ, ગાડી દલાલ, રહે – 545 પાલગામ સુરત ના ઓ ને બાતમીના આધારે ગંજી પાનાનો જુગાર રમતા ઝડપી પાડી બધાની ઝડતી લઈ મોબાઈલ અન્ય સાધન સામગ્રી સાથેની ટોટલ રૂપિયા 12,11,970/- ની મત્તાની મુદ્દામાલ કબ્જે કરી 11 આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ઉધના પોલીસ સ્ટેશમાં સોંપવામાં આવેલ છે.આમ ઉધના ઝોનમાથી રૂપિયા 12,11,970 ના મુદ્દામાલ સાથે જુગારનો મોટો અડ્ડો ઝડપી પાડી સુરત શહેર પીસીબી એ પ્રશંસનીય કામગીરી કરી છે.
Comments