aboutus
પ્રજા પંખ સાપ્તાહિક ના વાચક પરિવારો માટે બે શબ્દો. . . . .
વાચક મિત્રો, આપ સહુ જાણતા જ હશો કે, પત્રકારત્વ એટલે કે Journalism એ આધુનિક સભ્યતાનો એક મુખ્ય વ્યવસાય કહેવાય છે. જેમાં ચારે દિશાથી એટલે કે, N નોર્થ, E ઈસ્ટ, W વેસ્ટ અને S સાઉથથી આવેલ સમાચારોનું એકત્રિકરણ કરીને, તેનું લેખન, સંપાદન, પ્રસ્તુતિ, મુદ્રીકરણ, પ્રકાશન અને પ્રસારણ કરી આપ સુધી પહોંચે તેને અંગ્રેજીમાં NEWS હિંદીમાં ખબર અને ગુજરાતીમાં સમાચાર કહે છે. આજે વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, દૂરદર્શનનો સમાવેશ થાય છે. તેને મુદ્રણ તથા દ્રશ્ય-શ્રાવ્ય એમ બે મુખ્ય માધ્યમોમાં વિભાજીત કરવામાં આવ્યા છે. વિશ્વના પત્રકારત્વને લોકશાહીના ચોથા આધારસ્તંભ (ચોથી જાગીર) તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે વાંચન સાથે બીજી પ્રવૃત્તિ પણ વધી છે. મોબાઈલ, એપ્સ, ગેમ, સિનેમા, ઇન્ટરનેટ, ઈલેક્ટ્રોનિક ગેમ્સનું ચલણ આવતા લાયબ્રેરીમાં વાચકો ઘટી રહ્યા ગયા છે. કોરોના આવ્યો અને એક દિવસ જેના વગર ન ચાલે તેવા છાપાની ગેરહાજરીને બહુ જ દુ:ખ સાથે સહન કરવું પડ્યું હતું ! રોજની છાપા વાંચવાની ટેવવાળાને ખબર હશે જ, આજે ન્યૂઝ પેપર કહે છે વર્ષો પહેલા લોકબોલીમાં છાપું કહેતા. આ છાપાના વાચકો પણ અલગ અલગ વાચનનો ટેસ્ટ ધરાવે છે. એટલે છાપામાં વિવિધ વિષયોનો સમાવેશ કરવો પડે. કેમ કે, કોઈને રાજકીય ગતિવિધિ માં રસ હોય છે, તો કોઈને વિષયવાર આર્ટીકલો માં રસ હોય છે, કેટલાક ને સ્પોર્ટ્સ નું પેજ ગમે છે, કેટલાને મનોરંજન ગમે છે, ફિલ્મો. હાસ્યરસ કવિતા કાવ્યો, ગોસીપ માં આમ દરેકમાં ઘણા ને ઘણો રસ હોય છે તો મહિલાઓ ને લગતા વિષયમાં રસ ધરાવનાર પણ ઘણા હોય છે, રસોઈની રેસીપી માં પણ ધ્યાન આપનારો એક વર્ગ હોય છે, એટલે સાપ્તાહિક કે વર્તમાનપત્રે આ બધાજ વિષય ને આવરી લેવા પડે છે અને પ્રજા પંખ એ તરફ જ હરણ ફાળ કરી રહ્યું છે.અમારી કોશિશ રહે છે કે પ્રજા પંખ માં સુંદર લેખો થી શણગારાય, આપ જેવા નિયમિત વાચકોને જોઈતી રસોઈ પીરસવાનો અમારો પ્રયાસ છે. આપના વિચારો નીચે આપેલ નંબરપર હમેશાની જેમ મોકલતા રહેશો ....આભાર